મોડાસા ટોલટેક્ષ પાસેથી સેવરોલેટમાંથી ૯૧ હજાર અને અલ્ટીસમાંથી ૮૮ હજારનો શરાબ જપ્ત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂનો જથ્થો ઠાલવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર દારૂની હેરાફેરી અટકાવવા દોડધામ કરી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા ટોલટેક્ષ પ્લાઝા પરથી સેવરોલેટ કારમાં ડેકીમાં સંતાડીને ઘુસાડાતા ૯૧ હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બુટલેગરને ઝડપી લીધો હતો એલસીબી પોલીસે માલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ અણીયોર કંપા નજીક ચોકડી પરથી નંબર પ્લેટ વગરની ટોયાટો અલ્ટીસ કારમાંથી ૮૮ હજારના વિદેશી દારૂ સાથે ખેપિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એસપી સંજય ખરાતે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ થતી વિદેશી દારૂની હેરાફેરી બંધ કરવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો સતત ઝડપાઇ રહ્યા છે એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે મોડાસા ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સેવરોલેટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ,ક્વાંટરીયા , પાઉચ મળી કુલ નંગ-૯૧૨ કીં.રૂ.૯૧૨૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક દિનેશ આશુરામ મેવાડા (રહે,કલાલખાડી,રાયપુર-રાજસ્થાન) ને ઝડપી પાડી વિદેશી દારૂ અને કાર મળી કુલ.રૂ.૨૯૧૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
અરવલ્લી એલસીબી પોલીસે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અણીયોર કંપા ચોકડી નજીક વોચ ગોઠવી હતી માલપુર તરફથી આવતી નંબર વગરની અલ્ટીસ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ-બિયર બોટલ નંગ-૩૭૨ કીં.રૂ.૮૮૮૦૦ /- નો જથ્થો જપ્ત કરી હરિશચંદ્ર વલ્લભરામ કોપસા (રહે.ઝંપા-રાજસ્થાન) ને ઝડપી પાડી વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.૫૮૮૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અરવલ્લી એલસીબી પોલીસે બંને બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી