Western Times News

Gujarati News

આગામી ૨૦ વર્ષો સુધી કોવિડ ૧૯ની દવાની જરૂરત પડશે

નવીદિલ્હી, કોરોના વાયરસનો સંકટ ફકત એકવાર ટીકારણ કાર્યક્રમ ચલાવવાથી ખતમ નહીં થાય કોરોનાની દવા તૈયાર કરવામાં આવેલ સીરમ ઇસ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાલાનું કહેવુ છે કે આગામી ૨૦ વર્ષો સુધી કોવિડ ૧૯ની દવાની જરૂરત પડશે તેમણે કહ્યુ કે આ સમયે કડવી સચ્ચાઇને સ્વીકાર કરવાની છે. પુનાવાલાએ કહ્યું કે ઇતિહાસમાં એક પણ એવું ઉદાહરણ નથી જયારે કોઇ વેકસીનને બંધ કરવામાં આવી હોય તેમણે કહ્યું કે સતત અનેક વર્ષો સુધી ફલુ,નિમોનિયા,પોલિયોની દવા ચાલી આવી રહી છે તેમાંથી કોઇને પણ બંધ કરવામાં આવી નથી.

તેમણે કહ્યું કે આવું જ કોરોના વેકસીનની સાથે છે. પુનાવાલાએ કહ્યું કે જાે કોરોના વેકસીનનું ૧૦૦ ટકા સ્તર હાંસલ કરી લેવામાં આવે છે તો પણ ભવિષ્યમાં તેની જરૂરત પડશે તેમે કહ્યું કે વેકસીન અસલી ઉકેલ નથી ઇમ્યુનિટીને બ્સુટ કરે છે અને તમારી રક્ષા કરે છે આથી બીમારીનો રિસ્ક ઓછું થઇ જાય છે.

પરંતુ તમે તેનાથી ૧૦૦ ટકા બચી શકો નહીં હવે જાે આપણે પાત કરીએ આપણા જનસંખ્યાના એક હિસ્સા સુધી વેકસીન આપીશું તો તે યોગ્ય રહેશે નહીં. ત્યાં સુધી કે ૧૦૦ ટકા ટીકાકરણ બાદ પણ ભવિષ્યમાં આ દવાની જરૂરત પડશે શિતળાના ટીકાનું ઉદાહરણ આપતા પુનાવાએ કહ્યું કે આ ૯૫ ટકા યોગ્ય છે અને સૌથી સફળ દવાઓમાંથી એક છે પરંતુ ત્યારબાદ પણ નવજાત શિશુને આ દવા આપવામાં આવે છે.એ યાદ રહે કે કોરોના વેકસીનને તૈયાર કરવા માટે સીરમ ઇસ્ટિટયુટ બિલ ગેટ્‌સ ફાઉન્ડેશનની સાથે મળી કામ કરી રહી છે અને વેકસીન તૈયાર કરવામાં લાગી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.