Western Times News

Gujarati News

પેટલાદમાં ૧પ જૂનથી રેલ રોકો આંદોલન

પેટલાદ એમજીવીસીએલ પાસે ઓવરબ્રિજનું કામ એક વર્ષથી ખોરંભે

(ર્દેવાંગી ઠાકર, પેટલાદ), પેટલાદ એમજીવીસીએલ પાસે ઓવરબ્રિજનું કામ લગભગ છેલ્લા એક વર્ષથી ખોરંભે પડી ગયુ છે. જેને કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે શૈક્ષણિક સંસ્થાઓ,જીઆઈડીસી, વિવિધ એસોશિએશન, સોસાયટી વિસ્તારના રહીશો, આજુબાજુના ગ્રામજનો વગેરેએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત રેલ્વે વિભાગ સહિત લાગતા વળગતા તંત્રને કરી હતી. છતા તંત્રમાં બેઠેલા બડા સાહેબોના પેટનું પાણી પણ હાલતુ નથી. જેથી નાછૂટકે આ વિસ્તારના રહીશો તથા નાગરીક સમિતી દ્વારા તા.૧પ જૂનથી રેલ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જા તેમ કરતા પણ પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો જલદ કાર્યક્રમો આપવામાં આવનાર હોવાનું સમિતિના પ્રેષક ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ નડિઆદ – ખંભાત રાજ્ય ધોરીમાર્ગ નં.૭૬ પેટલાદ શહેરમાથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઉપર આવતા એમજીવીસીએલ પાસે રેલ્વે ફાટક નં.એલસી – ર૮ આવેલ છે. જેના ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ આશરે ત્રણેક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતુ. જા કે આ ઓવરબ્રિજ બિલકુલ બિનજરૂરી હોવાની ચર્ચાઓ જે તે વખતે નગરજનોમાં ચાલી હતી. આ ફાટક પાસે ક્યારેય ટ્રાફિક સમસ્યા જાવા મળતી ન હતી. છતા સરકાર દ્વારા આવા બિનજરૂરી ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ.

જેને કારણે ફાટકની આસપાસ આવેલ અસંખ્ય સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. શાળા-કોલેજા અને સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના બિમાર દર્દીઓને તાત્કાલિક સારવાર મેળવવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું પેટલાદ નાગરીક સમિતીના પ્રેષક ધર્મેશ મિ†ીએ જણાવ્યું હતુ. તેઓએ આજરોજ વધુમાં કહ્યું હતુ કે નઘરોળ તંત્ર જાગતુ નથી અને નેતાઓ ખોટા બફાટો કરે છે. ગત વર્ષે તા.૪ ઓક્ટોબર ર૦૧૮ના રોજ વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતુ. જેથી ગરનાળા નીચેથી ઔપચારિક રસ્તો બનાવી આપવામાં આવ્યો હતો.

જ્યાથી ફક્ત ટુ-Âવ્હલર આવ-જા કરી શકે છે. પરંતુ આગામી દિવસોમાં ચોમાસાના સમયે આ ગરનાળુ પાણીથી ભરાઈ જાય છે ત્યારે આ પ્રજા શુ કરશે ? ઓવરબ્રિજનું કામ કયા કારણોસર સ્થગિત થઈગયું છે તેનું કોઈ ચોક્કસ કારણ કોઈ જ અધિકારી જણાવવા તૈયાર નથી. લાગતા વળગતા દરેક તંત્રના અધિકારીઓ એક બીજા ઉપર દોષારોપણ કરી ખો આપી રહ્યા છે. સરકાર કે રેલ્વે વિભાગ દ્વારા જે બેદરકારી રાખવામાં આવી રહી છે તેમા પ્રજાનો શુ વાક ? આ વખતે જા ફાટક ખોલી રસ્તા ખુલ્લો કરી આપવામાં નહી આવે તો તા.૧પ જૂનથી રેલ રોકો આંદોલન શરૂ કરવામા આવશે. સાથોસાથ જ્યા સુધી પ્રજાના આ પ્રશ્નનો નિકાલ નહી આવે ત્યા સુધી સતત રામધૂન સાથે ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.