મોદી માતાઓ બહેનોની ચિંતા દુર કરવાનું કામ કરે છે એટલે ચૂંટણી જીતે છે ઃ વડાપ્રધાન
પટણા, બિહારમાં બીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએે બિહારમાં ચુંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન અને થનાર મતદાનથી મળેલી જાણકારી અનુસાર એક વાત સ્પષ્ટ છે કે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનવા જઇ રહી છે બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધુ છે કે બિહારને નવી ઉચાઇ પર લઇ જઇશું બિહારની જનતાએ ડબલ ડબલ યુવરાજને નકાર્યા છે.
બિહારમાં એક કહેવત છે કે સબકુછ ખૈની ભૂંજા ભી ચબૈની એટલે કે બધુ ખોઇ નાખ્યા બાદ ભુંજા પર નજર છે.કેટલાક લોકો બિહારમાં આટલું ખાઇ ગયા બાદ પણ રાજયને લાલચી નજરે જોઇ રહ્યાં છે પરંતુ બિહારની જનતા જાણે છે કે કોણ બિહારના વિકાસ માટે કામ કરશે અને કોઇ પોતાના પરિવારના વિકાસ માટે કામ કરશે આજે બિહારમાં પરિવારવાદ હારી રહ્યો છે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે આજે કોંગ્રેસની હાલત એવી છે કે લોકસભા અને રાજયસભા ભેગી કરી તો પણ તેમની પાસે ૧૦૦ સાંસદ નથી.
વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકોને એવી પરેશાની છે કે મોદી ચુંટણી કેમ જીતે છે મોદી ચુંટણી એટલા માટે જીતે છે કારણ કે માતાઓ અને બહેનોની ચિંતા દુર કરવાનું કામ મોદી કરે છે. આથી માતાઓ મોદીને આશીર્વાદ આપે છે આથી આ ગરીબનો પુત્ર ગરીબોની સેવામાં પોતાનું જવન ખપાવતો રહે છે.
વડાપ્રધાને કહ્યું કે આજે બિહારમાં રંગબાજી ખંડણી હારી ગઇ છે વિકાસની ફીથી જીત થઇ રહી છે અહંકાર હારી રહ્યો છે પરિશ્રમ જીતી રહ્યો છે આજે બિહારમાં કૌભાંડો હારી રહ્યાં છે અને લોકોના હક જીતી ગયા છે આજે બિહારમાં ગુંડાગીરી હારી રહી છે અને કાયદાનું રાજ લાવનારા જીતી રહ્યાં છે બિહાર એ દિવસો કયારેય ભુલી નહીં શકે જયારે ચુંટણીને આ લોકોએ મજાક બનાવીને રાખી દીધી હતી.તેમના માટે ચુંટણીનો મતલબ હતો ચારેબાજુ હિંસા હત્યાઓ બુથ કેપ્ચરિંગ બિહારના ગરીબો પાસેથીઆ લોકોએ મત આપવાનો અધિકાર પણ છીનવી લીધો હતો ગરીબોને ઘરમાં કેદ કરીને જંગલરાજ કરનારા તેમના નામે પો તે મત આપતા હતાં ત્યારે મતદાન થતું ન હતું. બસ દેખાતુ હતું હકીતમાં મતની લુંટ થતી હતી ગરીબોના હકોની લુંટ થતી હતી આજે બિહારમાં દરેક વર્ગના લોકો મતદાનની અસલી તાકાત એનડીએએ આપી છે આજે કોઇને પણ પોતાના પસંદનો ઉમેદવાર ચુંટવાનો હક મળ્યો છે.