પત્ની, પુત્ર સહિત RPF જવાને પોતાને આગ લગાવી
વર્ધમાનઃ પશ્વિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં રેલવે સુરક્ષા દળના (RPF) એક કર્મચારીએ પોતાની પત્ની અને ચાર વર્ષ વર્ષના પુત્ર સહિત પોતાને આગ લગાડી દીધી હતી. આ ઘટમાં ત્રણેયના મોત થયા હતા. જ્યારે તેની એક 11 વર્ષની પુત્રીએ બચી ગઈ હતી. જે આ લગાડતા પહેલા ભાગવામાં સફળ રહી હતી.
મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં મંટેશ્વર પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા મિસ્ત્રીપારા ગામમાં એક રેલવે સુરક્ષા દળ (RPF)ના એક કર્મચારીએ પોતાની પત્ની, પુત્ર સહિત પોતાનાને આગને હવાલે કરી દેતાં ત્રણેયના મોત નિપજ્યા હતા. આ દર્દનાક ઘટનાનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
પોતાનો જીવ બનાવીને ભાગવામાં સફળ રહેલી યુવતીએ પોલીસને આપવીતી વ્યક્ત કરી હતી. તેમના પિતા 38 વર્ષીય સુદેબ ડેએ તેને આશરે 1 વાગ્યે જગાડી હતી અને કહ્યું હતું કે, પરિવારના બધા સભ્યો એક સાથે મરી જઈએ.