ટાઇટન આઇપ્લસએ ભારતની પ્રથમ એન્ટિ-વાયરલ ફ્રેમ પ્રસ્તુત કરી
ટાઇટન આઇપ્લસે ભારતની પ્રથમ “એન્ટિ-વાયરલ ફ્રેમ્સ” પ્રસ્તુત કીર છે, જે એન્ટિ-વાયરલ કે એન્ટિ-બેક્ટેરિયલ કોટિંગ સાથે ફ્રેમ્સની નવી રેન્જ છે. આ રેન્જ વિષાણુઓ સામે લડે છે. અત્યારે તમામ ઉપભોક્તાઓ માટે સલામતી અને સ્વસ્થતા જાળવવી પ્રાથમિકતા બની ગઈ છે તથા નવા રોજિંદા ક્રમમાં હાથ, ઉત્પાદનો અને વિવિધ સપાટીઓની સ્વચ્છતા જાળવવી જેવા ઉપાયો સામેલ થઈ ગયા છે. જ્યારે આ મોટી કામગીરી મોટા ભાગના ઉપભોક્તાઓનો નિત્ય ક્રમ બની ગઈ છે, ત્યારે તેઓ તેમના ચશ્માને સેનિટાઇઝ કરવાનો વિચાર કરતા નથી.
ટાઇટન આઇપ્લસે આ પડકારને ઝીલી લીધો છે અને આ નવી એન્ટિ-વાયરલ ફ્રેમ્સ સ્વરૂપે સમાધાનો પ્રસ્તુત કર્યા છે. એનએબીએલ (નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ)માં પ્રમાણિત આ પ્રોડક્ટને સપાટી પર 99.99 ટકા જીવાણુઓ અને વિષાણુઓનો નાશ કરવાનું પ્રમાણપત્ર મળ્યું છે.
આ ફ્રેમ્સની નવી રેન્જનું હાર્દ એન્ટિ-માઇક્રોબાયલ કોટિંગ છે, જે નેનો નીડલ્સ (નરી આંખે ન જોઈ શકાય)નું બનેલું છે, જે સૂક્ષ્મ જીવોના પટલ કે મેમ્બ્રેનમાં પંક્ચર પાડશે, જેનાથી બેક્ટેરિયાનો નાશ થશે. હાલના પડકારજનક સમયમાં પણ ગ્રાહકની દરેક જરૂરિયાત સાથે તાલમેળવ જાળવીને ટાઇટન આઇપ્લસ સ્વચ્છતા અને સલામતીના કડક ધારાધોરણો સાથે સલામત ઉત્પાદનોનું નિર્માણ કરવાના ભરોસા સાથે આઇવેર સોલ્યુશન્સ પ્રસ્તુત કરવા આતુર છે.
નવા લેન્સની કેટેગરી માટેની જરૂરિયાત પ્રસ્તુત કરીને ટાઇટન કંપની લિમિટેડના આઇવેર ડિવિઝનના સીઇઓ શ્રી સૌમેન ભૌમિકે કહ્યું હતું કે, “ગ્રાહકની બદલાતી જરૂરિયાતો, અપેક્ષાઓ અને સમસ્યાઓની સમજણ કેળવીને તરત ઇનોવેશન કરીને યોગ્ય સમાધાન પ્રસ્તુત કરવું અમારા વ્યવસાયનું ઊડીને આંખે વળગે એવું પાસું હંમેશા રહ્યું છે. નવી એન્ટિ-વાયરલ ફ્રેમ્સ સાથે અમે સલામત અને સુવિધાજનક સોલ્યુશન પ્રસ્તુત કરીએ છીએ.”
વાયરસ સામે લડવાની 1 વર્ષની વોરન્ટી સાથે આ એન્ટિ-વાયરલ ફ્રેમ્સ ટાઇટન આઇપ્લસના તમામ સ્ટોર્સ અને ઓનલાઇન https://www.titaneyeplus.com/ પર ઉપલબ્ધ છે.