Western Times News

Gujarati News

સરકારનો ખાલિસ્તાની ગતિવિધિઓને આગળ ધપાવતી ૧૨ જેટલી વેબસાઇટ પર પ્રતિબંધ

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે આંતકવાદ વિરૂધ્ધ યુધ્ધના ધોરણે અભિયાન હાથ ધર્યું છે અને કડકમાં કડક નિર્ણયો લેવા પણ તૈયારી દર્શાવી છે ત્યારે ફરી એકવાર સરકારે ખાલિસ્તાની ગતિવિધિઓને આગળ ધપાવતી ૧૨ જેટલી વેબસાઇટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

એ યાદ રહે કે આ પ્રતિબંધિત ડઝન વેબસાઇટ્‌સમાંથી કેટલીક સીધી શીખ ફોર જસ્ટિસ દ્વારા ગેરકાયદેસર સંસ્થા દ્વારા ચલાવવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે ખાલિસ્તાની સમર્થનની સામગ્રી આ વેબસાઇટ્‌સ પર જાેવા મળી હતી.

ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલયે સુચના પ્રૌદ્યોગિકી અધિનિયમનની કલમ ૬૯એ હેઠળ આ ૧૨ વેબસાઇટ પર પ્રતિબંધ લાદવાનો આદેશ જાહેર કર્યો છે ભારતચમાં સાઇબર સ્પેસની જાણકારી માટે ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલય નોડલ ઓથોરિટી તરીકે કાર્ય કરે છે સુત્રોના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત વેબસાઇટને એકસસ કરવા પર સ્ક્રિન પર સુચના આવે છે કે ભારત સરકારના દુર સંચાર વિભાગે તેને બ્લોક કરી દીધેલ છે વધુ જાણકારી માટે એડમિનિસ્ટ્રેટરર્ને સંપર્ક કરો.

રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાના આરોપમાં ગૃહ મંત્રાલયે ગત વર્ષે શીખ ફોર જસ્ટીસ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો હતો આરોપ છે કે આ સંગઠને પોતાના અલગતાવાદી એજન્ડા હેઠળ શીખ રેફરેન્ડમ ૨૦૨૦ને આગળ વધારી રહ્યાં છે કેન્દ્ર સરકારે જુલાઇ ૨૦૨૦માં આ સંગઠન સાથે સંલગ્ન ૪૦ વેબસાઇટ પર પ્રતિબંધ લગાવ્યો હતો જે આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.