Western Times News

Gujarati News

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો દાવો: હવાલા ડિલર નરેશ જેને ૫૬૫ કરોડનં કાળું નાણું ઊભું કર્યું

નવી દિલ્હી, હવાલાના કથિત ડીલર નરેશ જૈન અને તેના સહયોગીઓએ અત્યારસુધી તેમના ગ્લોબલ નેટવર્કમાંથી શ્ ૫૬૫ કરોડથી બ્લેક મની ઊભી કરી છે તેવો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કર્યો છે. ઇડીએ કહ્યું છે કે તેણે ૨૮ ઓક્ટોબરે સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ના ક્રિમિનલ સેક્શન્સ હેઠળ જૈન અને અન્યો સામે પ્રોસીક્યુશન ફરિયાદ અથવા ચાર્જશીટ ફાઇલ કરી છે. એક નિવેદનમાં તેણે કહ્યું છે કે ‘કોર્ટે બીજી નવેમ્બરે ચાર્જશીટની નોંધ લીધી છે અને કેસમાં ચાર ભાગેડુ આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરન્ટ્‌સ પણ જારી કર્યા છે.’

ઉલ્લેખનીય છે કે ઇડીએ ૬૨ વર્ષીય જૈનની છેલ્લાં થોડાક વર્ષોમાં ૫૫૦થી વધુ શેલ કંપનીઓનો ઉપયોગ કરીને શ્ એક લાખ કરોડથી વધુ શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસમાં સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી.

ઇડીએ દાવો કર્યો હતો કે ‘તપાસમાં જાણવા મળ્યું છે કે જૈને તેના સહયોગીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજો બનાવીને સરકારી તિજોરી અને બેન્કોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. જેમાં તેમણે લાભાર્થીઓને એકોમેન્ડેશન એન્ટ્રીઝ અને ગેરકાયદેસર વિદેશી ચલણના વ્યવહારો કર્યા હતા.’ તેમાં ઉમેરાયું છે કે ‘અત્યારસુધી આ હવાલા અને ઘરેલુ એકોમેન્ડેશન એન્ટ્રી વ્યવહારોથી કમીશનના સ્વરૂપમાં જૈન અને તેના સહયોગીઓએ ગુના થકી મેળવેલી કુલ આવક શ્ ૫૬૫ કરોડ છે.’

ઇડીએ આક્ષેપ કર્યો છે કે કંપનીઓ શરૂ કરવા, બેન્ક ખાતાઓ શરૂ કરવા માટે આઇડી પ્રૂફ, બર્થ અને શિક્ષણ સર્ટિફિકેટ, વોટર આઇડી, પાન કાર્ડ્‌સ અને સિગ્નેચર્સ ખોટા હતા. બોગસ, ઓવર-ઇન્વોઇસ્ડ અને અન્ડર-ઇન્વોઇસ્ડ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વ્યવહારો માટે આ દસ્તાવેજોના ઉપયોગ કરાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.