Western Times News

Gujarati News

સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી ક્ષેત્રે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના સંચાર મંત્રાલય અને યુનાઇટેડ કિંગડમના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટસ વિભાગ વચ્ચે દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી (આઈસીટી) ક્ષેત્રે કરાયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે.

આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ તેમજ પરસ્પર સમજણ વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે. બ્રેક્જિટ નિર્ણય બાદ, આ સમજૂતીનું ધ્યેય ભારત માટે સહકાર અને તકો વધારવાનું પણ છે. બંને પક્ષોએ સહયોગ માટે નક્કી કરેલા સમાન હિતનાં વિસ્તારો આ મુજબ છે:-

દૂરસંચાર / સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકીની નીતિ અને નિયમન; સ્પેક્ટ્રમનું વ્યવસ્થાપન;
મોબાઈલ રોમિંગ સહિત ટેલીકોમ્યુનિકેશન કનેક્ટિવિટી;

ટેલીકોમ્યુનિકેશન્સ / આઈસીટીનું તકનિકી માનકીકરણ અને પરીક્ષણ તેમજ પ્રમાણન;
વાયરલેસ કોમ્યુનિકેશન્સ; 5જી, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ / મશીન ટુ મશીન, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બિગ ડેટા વગેરે સહિત ટેલીકોમ્યુનિકેશન્સ / આઈસીટી ક્ષેત્રે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ;

ટેલીકોમ્યુનિકેશન  ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા,  ટેલીકોમ્યુનિકેશન સેવાઓની ફાળવણી અને વપરાશમાં સુરક્ષા;
ઉચ્ચ તકનિકી ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં કુશળતાનો વિનિમય; જ્યાં પણ ઉચિત હોય ત્યાં નવી આવતી ટેકનોલોજી અને નવપ્રવર્તન ઉપર સંશોધન અને વિકાસ અંગેની માહિતીનું જોડાણ અને આદાન-પ્રદાન;

સમજૂતી કરનાર દેશો તેમજ આર્થિક નબળા દેશોમાં ટેલીકોમ્યુનિકેસન્સ / આઈસીટી ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની તકો શોધવી;

ટેલીકોમ્યુનિકેશન / આઈસીટી ઉદ્યોગના પ્રતિનિધિમંડળો અને તેમની મુલાકાતો, કાર્યક્રમો, પ્રદર્શનો, વગેરે દ્વારા પરસ્પર સંમતિ પ્રમાણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીની પ્રવૃત્તિઓને સહાયક બનવું; અને બંને દેશો દ્વારા પરસ્પર સહમતિ  સધાય તે મુજબ, સમજૂતી કરારના અવકાશ સાથે સંલગ્ન હોય તેવા ટેલીકોમ્યુનિકેશન્સ / આઈસીટી ક્ષેત્રે અન્ય સ્વરૂપોમાં સહકાર સાધવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.