લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ શિક્ષિકાની નોકરી છોડી
આણંદ: આણંદ જિલ્લામાં સ્ત્રી સશક્તિ કરણ ઉત્તમ ઉદાહરણ સાથે સાથે પિતા પ્રત્યે પુત્રીનું ઉત્તમ કર્તવ્ય એક દીકરીએ પૂરું પડ્યું છે. આણંદ જિલ્લાના આણંદ શહેરમાં રહેતા પારુલ પટેલની વાત એવી છે કે તેઓ ધોરણ ૬માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના સગામાં થતાં ફૂવા હર્ષદ પટેલે તેમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યા હતા.
હર્ષદભાઈએ ૭થી ૮ વર્ષ અગાઉ શરીર પર લકવો થયો ત્યારે આ દત્તક પુત્રી પારુલ પટેલે પોતાના દત્તક લેનાર પિતા હર્ષદ પટેલની સેવા કરવા માટેની નોકરી છોડી દીધી અને પિતા હર્ષદભાઈની સેવા કરી અને આજે તેમને દત્તક લેનાર પિતાનું સ્વાસ્થ્ય સારું છે. હલન ચલન કરી શકે છે
તેમની પોતાની શારીરિક ક્રિયા કરી શકે છે. નોકરી છોડી દીધા પછી પોતાના પાલક અને દત્તક લેનાર પિતાની પ્રેરણાનાથી પારુલ પટેલે ગાયનો તબેલો શરુ કર્યો અને ભારે સફળતા મેળવી છે. પારુલ પટેલે પોતાના પાલક અને તેણીને દત્તક લેનાર પિતા હર્ષદ પટેલની પ્રેરણાથી ગયોનો તબેલો શરુ કર્યો અને શરૂઆત પારુલ પટેલે ૧ ગાયથી કરી હતી. ત્યારે પશુપાલન વિભાગનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આજે પારુલ પટેલ પાસે ગાય અને ગાયની વાછરડી સહિત ૧૨૩ જેટલી ગાયો છે.
રોજ સવા ૩૦૦થી ૩૦૦ લીટર દૂધ પારુલ પટેલ અમુલ ડેરીમાં મોકલે છે. પારુલ પટેલ માસિક ૯ હજાર અને વાર્ષિક ૧ લાખ લીટર દૂધ અમુલ ડેરીને વેચાણ કરે છે. અમુલ ડેરીની પશુપાલકોને આપવામાં આવતા બોનસની આવક સાથે ૮થી ૧૦ લાખની આવક મેળવે છે. સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ તો છે. સાથે સાથે પોતાને દત્તક લેનાર લકવા ગ્રસ્ત પિતાની સેવા કરવા શિક્ષિકાની નોકરી છોડી પિતાની સેવા કરી પિતાને ચાલતા અને હરતા ફરતા કરી દીધા પુત્રી વાત્સલ્યનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
પારુલ પટેલ એ દીકરી માટે કહેવાતી દીકરી વહાલનો દરિયો માતાપિતાની સાચી મૂડી દીકરી દીકરી ઘરની લક્ષ્મીએ પોતાના દત્તક પિતા માટે સાર્થક કરી છે. સાથે સાથે સફળ પશુપાલક તરીકે સફળતા મેળવી સ્ત્રી સશક્તિ કરણનું મજબૂત ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.