ટાટા મોટર્સે 1,50,000મી નેક્સોનને બજારમાં મુકવાની ઉજવણી કરી
ટાટા નેક્સોને સપ્ટેમ્બર 18માં 1લી 50,000ની સિદ્ધિ અને સપ્તેમ્બર 19માં 1,00,000ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
મુંબઇ, ભારતની અગ્રણી ઓટોમોટીવ બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેની પૂણે સ્થિતિ રંજનગાંવ સવલત ખાતેથી પોતાની 1,50,000મી નેક્સોનને બજારમાં મુકવાની ઉજવણી કરી હતી. ટાટા નેક્સોને સપ્ટેમ્બર 18માં 1લી 50,000ની સિદ્ધિ અને સપ્તેમ્બર 19માં 1,00,000ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
2017માં તેને લોન્ચ કરી ત્યારથી જ નેક્સોન ટાટા મોટર્સની માર્ગ સલામતીની પ્રતિબદ્ધતા માટે તે ફ્લેગબેરર રહી છે. આંતરરાષ્ટ્રીય વિખ્યાત સેફ્ટી માન્યતા સંસ્થા ગ્લોબલ NCAP દ્વારા 2018માં સંપૂર્ણ 5 સ્ટાર એડલ્ટ સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ કાર તરીકે તેણે ટાટા મોટર્સની અન્ય કાર જેમકે અલ્ટ્રોઝ, ટિયાગો અને ટિગોર માટે તેમના જે તે સેગમેન્ટ્સમાં કાર સેફ્ટીમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે.
નેક્સોન હંમેશા ટાટા મોટર્સની સ્ટાર પ્રોડક્ટ રહી છે જે આ સેગમેન્ટમાં એસયુવી માટે નવા માપદંડોનું સર્જન કરી રહી છે. તેની ક્રાંતિકારી કૌપ પ્રેરીત એસયુવી ડિઝાઇન, ફ્લોટીંગ ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીન અને આગવા ઇન્ટેરિયર્સ સાથે નેક્સોને આ સેગમેન્ટમાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. શક્તિશાળી ટર્બોચાર્જ્ડ એન્જિન્સ અને 209mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આ સેગમેન્ટમાં અગ્રણી પર્ફોમન્સ અને ડ્રાઇવિંગ ડાયનેમિક્સમાં અગ્રણી રહેવા માટે હંમેશા પ્રંશાપાત્ર રહી છે.
તાજેતરમાં જ લોન્ચ કરાયેલ BS6 આવૃત્તિએ નેક્સોનને તેની સેગમેન્ટમાં અગ્રણી સેફ્ટી, ડિઝાઇન અને પર્ફોમન્સ સાથે વધુ સ્થાપિત બનાવામાં મદદ કરી છે.
નેક્સોન ગ્રાહકો માટે રમતવીરો માટે સુંદર પ્રતિસાદ આપતી રહી છે અને તેની સતત વધી રહેલી માગનેકારણે ઓક્ટોબર 2020માં અત્યાર સુધીમાં સૌથી વધુવેચાણ પ્રાપ્ત કર્યુ છે.
યાદગાર પ્રસંગોની જવણી કરવા માટે કંપની નેક્સોન સાથે ગ્રાહકોની ખરદીથી લઇને હાલના વ્હિકલના અનુભવ સુધીની મુસાફરીને ઉજવવા માટે #Nexlevel150K કેમ્પેઇન હેઠળ એક સ્પર્ધા સોશિયલ મીડિયા પર ચલાવશે.
શ્રેષ્ઠ એન્ટ્રીઓ ધરાવનારને અગ્રણી બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના ઉપ-સૂકાની અને ટાટા નેક્સોનના બ્રાન્ડ એમ્બેસેડર એવા કેએલ રાહુલને મળવાની તક ઉપરાંત રૂ. 1,50,000નું રોકડ ઇનામ મળશે. તદુપરાંત તેને ઝડપનારાઓ માટે સાઇડ મર્ચેન્ડાઇઝ ને ગિફ્ટ વાઉચર્સ પણ છે.