દિલ્હી તાકિદે કોરોના કેપિટલ બનવા જઇ રહ્યું છે: હાઇકોર્ટ
નવીદિલ્હી, પાટનગર દિલ્હીમાં તેજીથી કોરોના સંક્રમિતોની સંખ્યા પર દિલ્હી હાઇકોર્ટે આજે દિલ્હી સરકારની ટીકા કરી છે.હાઇકોર્ટે કહ્યું છે કે મહામારી સરકાર પર પુરી રીતે હાવી થઇ ગઇ છે અને દિલ્હી તાકિદે જ કોરોના કેપિટલ બનવા જઇ રહી છે.હાઇકોર્ટે કહ્યું કે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પુરી રીતે નિષ્ફળ થઇ રહ્યાં છે.
જસ્ટિસ હીમા કોહલી અને એસ પ્રસાદની બેંચે નગર નિગમ સેવાનિવૃત કર્મચારી કલ્યાણ સમિતિ અને અન્ય તરફથી દાખલ અરજી પર સુનાવણી દરમિયાન આ ટીપ્પણી કરી બેંચે કહ્યું કે જે તેજીથી કોરોનાના મામલામાં વધારો થઇ રહ્યો છે દિલ્હી તાકિદે જ કોરોનાની રાજધાની થઇ જશે.
બેંચે કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા અનેક દાવો કરવામાં આવ્યા છે તે બધા વધુ તપાસ કરી રહી છે પરંતુ મામલાની સંખ્યામાં તેજીથી વધી રહ્યાં છે બેંચે કહ્યું કે સરકારને અનેક સવાલોના જવાબ આપવા પડશે. એ યાદ રહે પાટનગરમાં બુધવારે કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ ૬,૮૪૨ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા ૪.૦૯ લાખ થઇ ગઇ છે. દિલ્હીમાં પહેલીવાર કોવિડ ૧૯ના ૬,૮૦૦થી વધુ નવા મામલા સામે આવ્યા છે આ પહેલા મંગળવારે દિલ્હીમાં સંક્રમણના ૬,૭૨૫ નવા મામલા સામે આવ્યા હતાં.જયારે દિલ્હીમાં મૃતકોની સંખ્યા ૬,૭૦૩ થઇ ગઇ છે. સંક્રમિત થવાનો દર ૧૧.૬૧ ટકા થઇ ગયો છે. જયારે હાલ ૩૭,૩૭૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે.HS