Western Times News

Gujarati News

પ્રાંતિજ નગરપાલિકા વીજબીલના ભરતા વીજજોડાણ કપાયું

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા વિજ બીલ ના ભરતા પ્રાંતિજ વિજકંપની એ વીજજોડાણ કાપ્યું તો નિયમિત વેરો ભરતાં રહીશો ને અંધારા મા રહેવાનો વારો આવ્યો .

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગર પાલિકા દ્વારા વિજકંપની દ્વારા આપવામાં આવતું બીલ ના ભરતા વિજકંપની દ્વારા વિજ પ્રવાહ કપાયો તો પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો નો વિજ પ્રવાહ કાપવામાં આવતા એપ્રોચરોડ ઉપર અંધાર પટ્ટ છવાયો તો દિવાળી ટાળેજ અંધારપટ થતાં એપ્રોચરોડ ઉપર ના રહીશો સહિત નગરજનો માં રોષ તો આ વિસ્તાર ના રહીશો નિયમિત રીતે વેરો ભરતાં હોવાછતાં હાલતો પાલિકા ના પાપે અંધારા માં રહેવાનો વારો આવ્યો છે

તો એપ્રોચરોડ રોડ ઉપર અંધારપટ થતાં અવરજવર કરતા લોકો સહિત પાસે આવેલ સોસાયટીઓના રહીશો માં રોષ જોવા મળી રહ્યો છે તો છેલ્લા કેટલાય સમય થી બીલ બાકી હોઇ વિજકંપની દ્વારા વીજજોડાણ કાપવામાં આવ્યું છે તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ ને  આ અંગે પુછતા તેવોએ જણાવ્યુ કે હા ગણા સમય થી વિજકંપની નું બીલ ચડતું આવ્યું છે અને ભરાયું નથી

ત્યારે નગરપાલિકાના મુખ્ય અધિકારી પોતે આ વર્ષે કોરોના ને લઈને વસુલાત ના થઇ હોવાનું બા નું આગળ કરી હાલતો લૂલો બચાવ કરતાં જોવા મળ્યાં હતાં ત્યારે અંદાજીત ૫૦ લાખ થી વધુ વિજબીલ બાકી હોવાથી વિજકંપની ના એન્જીનીયર શૈલેષભાઈ યાદવ કામવામા આવ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ નિયમિત વેરો ભરતાં રહીશો ને હજુ કેટલુ સહન કરવું પડશે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.