દીપિકા પાદુકોણ ડ્રગ્સ કેસ બાદ મીડિયાથી દૂર રહે છે
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગત દિવસોમાં વિવાદ મામલે ખુબજ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં તેની એક ચેટ પણ વાયરલ થઇ છે. જેમાં તે ડ્રગ્સ અંગે વાત કરતી નજર આવી છે. જે બાદ એનસીબીની પૂછપરછ માટે પણ તેને બોલાવવામાં આવી હતી. આ મામલા પર દીપિકા પાદુકોણ તરફથી કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તો હાલમાં જ જ્યારે દીપિકા પાદુકોણ મીડિયા સામે નજર આવી તો તેની સાથે વાત કરવા માટે પેપરાઝી બુમો પાડી રહ્યાં હતાં.
પણ દીપિકા પાદુકોણ મીડિયા સાથે વાત કરતાં બચતી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનાં પર કમેન્ટ કરતાં સોશિયલ મીડિયા યુઝર્સ દીપિકાની સ્માઇલ પર સવાલ કરી રહ્યાં છે. વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં દીપિકા પાદુકોણ તેની ગાડીમાં બેસતી નજર આવે છે.
જે દીપિકાન જોતા જ પેપરાઝી તેને બૂમ પાડે બોલાવા લાગે છે. પણ હમેશાં મીડિયાની સામે આવીને હંસીને પોજ આપનારી દીપિકા પાદુકોણ પેપરાઝીનો અવાજ ઇગ્નોર કરતી નજર આવી. દીપિકાનો આ વીડિયો પર સોશિયલ મીડિયા પર ખુબ કમેન્ટ્સ તઇ રહી છે. સૌ કોઇ દીપિકાની તે સ્માઇલ જોવા માંગે છે. જે ક્યાંય ખોવાઇ ગઇ છે.
દીપિકા પાદુકોણનો આ વીડિયો જોઇને એખ યૂઝરે લખ્યું છે કે, પહેલાં મીડિયા સામે હંસીને પોઝ આપતી હતી હવે ક્યાં કઇ તે સ્માઇલ..? અન્ય એક લખે છે કે, દીપિકા એક વ્યક્તિ છે. અને તેને આ રીતે પરેશાન ન કરો. તો અન્ય એક હજુ પણ દીપિકાની ડ્રગ્સ કોન્ટ્રોવર્સીને યાદ કરીને નારાજગી જાહેર કરે છે.