મધ્ય ગુજરાતમાં બારે મેધ ખાગા : ખંભાતમાં 9 કલાકમાં 13 ઇંચ વરસાદ
વડોદરા:ખંભાત શહેરમાં સવારથી મેધરાજ પધરામણી સવારથી સતત પડી પહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું,બપોરના ૧૨ થી ૩માં સવાનવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાન સાડાતેર ઇંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે સાલવા, જહાંગીરપુર, રબાડીવાડ, સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા.ભારે વરસાદના પગલે નગરજનો ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો. દોઢ માસમાં માત્ર ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.તેની સામે ૯ કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ ખાબકતા સીઝન વરસાદની ખોટ ભાગી નાંખી હતી.
તેમજ નગરજનો વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે. વડોદરામાં બપોર સુધી મેધરાજાએ વિરામ લીધો હતો પરતુ બપોર બાદ ફરી અકે વખત ભારે વરસાદ પડવાનું શરુ થતા 2 કલાકમાં અઢી ઈચથી વધુ વરસાદ પડીયો છે અને હજુ પણ વરસાદ ચાલુ હોવાથી સરકારી તંત્ર એલર્ટ થઈ ગયુ છે.