DYSP ભરત બસીયાએ વૃદ્ધ બંટી ઔર બબલીનો કર્યો પર્દાફાશ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યમાં અનેક ખાનગી ક્રેડીટ સોસાયટીઓ ઉંચો વ્યાજદર અને થોડાક વર્ષોમાં નાણાં ડબલ કરવા જેવી વિવિધ લોભામણી જાહેરાત અને સ્થાનીક એજન્ટોને ઉંચા કમિશન આપી લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી રાતો રાત પાટિયા પાડી રફુચક્કર થવાની અનેક ઘટનાઓ સતત બનતા લોકો હવે પોસ્ટ અને બેંકમાં રીકરીંગ મારફતે નાણાં રોકાણ કરી બચત કરી રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં પોસ્ટમાં રીકરીંગનું કામકાજ કરતા વૃદ્ધ દંપતીએ ઢળતી ઉંમરે કરેલ કૌભાંડથી લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે
મોડાસા શહેરમાં બોરડીવાળા કુવા નજીક રહેતા વૃદ્ધ દંપતી મંજુલાબેન વિજયભાઈ મહેતા અને વિજયભાઈ રમણલાલ મહેતાએ ૧૦૦ થી વધુ ગ્રાહકો પાસેથી પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે નાણાં તો ઉઘરાવ્યા, પણ ખાતામાં નહીં ભરી ખિસ્સામાં ભરતા લાખ્ખો રૂપિયાનું કૌભાંડ આચરતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે પોલીસે ઠગ દંપતીનો ભોગ બનેલ લોકોએ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે
જો તમે એજન્ટ થકી સરકારી વીમા અથવા તો સરકારી કચેરીમાં નાણાં રોકતા હોવ તો, થોડી સાવચેતી જરૂર રાખજો,, કારણ કે, મોડાસા શહેરમાં પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે લોકોના નાણાં ઉઘરાવી ચાઉં કરી જવાની ઘટના સામે આવી છે, અને એક કે બે નહીં, પણ સો થી વધારે ગ્રાહકોના નાણાંની ઉચાપત કરનાર દંપત્તિને અરવલ્લી જિલ્લા પોલિસે ઝડપી પાડ્યું છે.
અરવલ્લી જિલ્લામાં પોસ્ટ માં રીકરિંગના નાણાં ઉઘરાવી ફ્રોડ કરનાર દંપત્તિને પોલિસે ઝડપી પાડ્યું છે. મોડાસા શહેરમાં રહેતું દંપત્તિ રોકાણકારો પાસેથી રિકરિંગના નાણાં લેતા હતા અને ખાતામાં જમા નહોતા કરાવતા, જેને લઇને અરવલ્લી જિલ્લા નાયબ પોલિસ વડા ભરત બસિયાના ધ્યાને વાત આવી હતી.
નાયબ પોલિસ વડા ભરત બસિયાએ તાત્કાલિક આ અંગે તપાસ કરતા, સો થી વધારે લોકો આ દંપત્તિના ફ્રોડનો શિકાર બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પોલિસે ઠગ કરનાર દંપત્તિએ કેટલા નાણાંની ઉચાપત કરી છે, તે અંગે ચોક્કસ આંકડાની માહિતી પોલિસને મળી નથી, પણ પોલિસ આ સમગ્ર મામલે ઠગ કરનાર દંપત્તિની પૂછપરછ કરી રહી છે. પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે કોઇ વ્યક્તિ આ દંપત્તિનો શિકાર બની હોય તો તાત્કાલિક નજીકના પોલિસ મથકે જાણ કરવા જિલ્લા પોલિસે અપિલ કરી છે.
મહેનતની પૂંજી ક્યાય ન વેડફાય અને ઠગ ટોળકીના હાથે ન જાય તે ધ્યાન રાખવાની જવાબદારી તમામ લોકોની છે, પણ આવા ઠગ વ્યક્તિઓ ગ્રાહકોને વિશ્વાસમાં લઇને નાણાં ચાઉં કરી જાય છે, તે ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે