Western Times News

Gujarati News

સોનાના ભાવમાં અઠવાડિયામાં પહેલીવાર કડાકો

નવી દિલ્હી, ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં અઠવાડિયાના પહેલીવાર દિલ્હીની રાષ્ટ્રીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે, સ્થાનિક બજારમાં સોનાના વાયદામાં અત્યારસુધીની રેકોર્ડ બ્રેક કિંમત 56,200ની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

સોનાનો ભાવ ઘટીને રૂપિયા 51,910 પ્રતિ 10 ગ્રામ થયો છે. પાછલા સત્રમાં એમસીએક્સમાં સોનાના વાયદાનો ભાવ 1257 રૂપિયા જ્યારે ચાંદીમાં 2700ની વૃદ્ધી થઈ હતી.

અઠવાડિયાના પ્રથમ દિવસે કૉમોડિટી એક્સચેન્જમાં પર સોનાનો ડિસેમ્બર વાયદો 0.28 ટકા ઘટીને રૂ 51,910 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 0.32 ટકા વધીને રૂ .64,460 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં વધારા બાદ આ પહેલી વાર અઠવાડિયામાં ભાવ ઘટ્યા છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો રોકાણકારો યુએસની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. શુક્રવારે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $ 1,940 પ્રતિ ઔઉસના સ્તરે આવી ગયો છે. . ભૂતકાળમાં, સોનાના ભાવ પર ડૉલરની તીવ્ર અસર જોવા મળી હતી. જોકે, જાણકારોનું કહેવુ છે કે અમેરિકામાં બાઇડનની જીત નિશ્ચિત જણાઈ રહી છે અને ત્યાં નવું આર્થિક પેકેજ કેવું આવી શકે તેના પર સૌની નજર છે.

વૈશ્વિક બજારોમાં આજે કિંમતી ધાતુના ભાવમાં કડાકો બોલ્યો છે. આજે સોનાના હાજર સ્ટોકમાં 0.4%નો કડાકો બોલ્યો છે અને તે ઘટીને 1940.86 પ્રતિ આઉસ ડૉલર પર આવી ગયું છે. જ્યારે ગત દિવસે તેમાં 2.4 ટકાનો વધારો હતો. અન્ય કિંમતી ધાતુમાં ચાંદીમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે 24.93 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. જ્યારે પ્લેટિનમ 0.7% ઘટીને 886.63 ડૉલર પ્રતિ ઔસ રહ્યુ છે. આજે ડૉલરના ભાવ 08 ટકા વધ્યા છે જેના કારણે અન્ય મુદ્દા ધારકો માટે સોનામાં આકર્ષણ ઘટ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.