કારની ટક્કરથી યુવક 100 ફૂટ હવામાં ઉછળી ધાબે જઈ પટકાયો: સ્થળ પર જ મોત
જયપુર,કોરોનાવાયરસના કારણે લોકડાઉનના સમયમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ-જેમ લોકડાઉન બાદ છૂટછાટ મળતી ગઈ તેમ ફરી અકસ્માતની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે.
વાહન ચાલકની નજીવી ભૂલના પગલે અક્સમાતમાં લોકોના કમોતે મોત થતા હોય છે. આજે રાજસ્થાનથી એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે. જે પૂવાંટા ઉભા કરી દે તેવી છે. આ ઘટનામાં કારની ટક્કરે યુવક 100 ફૂટ હવામાં ઉછળી પટકાતા મોત થયું છે.
રાજધાની જયપુરમાં ફરી એક વખત હાઈ સ્પીડ કાર ચાલકના કારણે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં સોડાલા વિસ્તારમાં એક ઓડી કાર ચાલકે યુવકને એટલી ફૂલ સ્પીડમાં ટક્કર મારી હતી કે તે હવામાં 100 ફૂટ સુધી ઉછલ્યો હતો.
આ યુવાન એલિવેટેડ રોડ પરથી ઉછળી નજીકના મકાનની છત પર જઈ પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકનો પગ કપાઈ ગયો અને અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ યુવક પાલી જિલ્લાનો રહેવાસી હતો અને તે અહીં રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે સોડલા વિસ્તારમાં એલિવેટેડ રોડ પર બની હતી. અહીં એક યુવતી ફૂલ સ્પીડે ઓડી કાર ચલાવી રહી હતી. તેની સાથે અન્ય એક બીજી છોકરી પણ કારમાં હતી. આ દરમિયાન ડ્રાઇવર યુવતીએ કાર પર સંતુલન ગુમાવ્યું હતું અને તેણે યુવકને રસ્તામાં ચપેટમાં લઈ લીધો.
કારે યુવકને એટલી ફૂલ સ્પીડે ટક્કર મારી કે, યુવક હવામાં 100 ફૂટ જેટલા ઉછળ્યો હતો અને બાદમાં એલિવેટેડ રોડની દિવાલ નજીકના મકાનની છત પર જઈ પડ્યો હતો. અકસ્માતમાં યુવકનો એક પગ કપાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.