2250 રૂપિયાના પેન્શન માટે 92 વર્ષના દાદાએ લાકડીના ફટકા મારી 90 વર્ષની પત્નીની કરી હત્યા
ગુંટૂર, આંધ્ર પ્રદેશના ગુંટૂરમાંચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પેન્શનના માત્ર 2250 રૂપિયા માટે 92 વર્ષીય વૃદ્ધે પોતાની 90 વર્ષીય પત્નીની હત્યા કરી દીધી હતી. બંનેના લગ્ન 25 વર્ષ પહેલા થયા હતા. હત્યાના આરોપી વ્યક્તીનું નામ સૈમુઅલ છે. જ્યારે વૃદ્ધ મહિલાનું નામ અપ્રાયમ્મા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સરકારની દરેક પરિવારની પેન્શન સ્કીમ અંતર્ગત અપ્રામ્માને દર મહિને પૈસા મળી રહ્યા હતા.
પોલીસ પ્રમાણે સૈમુઅલ અને અપ્રાયમ્મા વચ્ચે પેન્શનના પૈસાને લઈને તિરાડ ઊભી થઈ હતી. 2 નવેમ્બરની રાત્રે પૈસાને લઈને વિવિધ પણ થયો હતો. ત્યારબાદ સૈમુઅલને પોતાની લાકડીથી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ પોતાના પુત્રો અને પૌત્રોને આ હત્યા અંગે જાણકારી આપી હતી.
ત્યારબાદ જ્યારે પડોશીઓને જાણવા મળ્યું કે અપ્રાયમ્મા મૃત પડી છે તો આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી. તેમના પુત્રો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે સૈમુઅલની ધરપકડ કરી હતી. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ મામલાને લઈને સોંદરુ પોલીસ નિરિક્ષક બી રમેશ બાબુના જણાવ્યા પ્રમાણે સેમુઅલ છેલ્લા 10 વર્ષથી પોતાની પત્ની સાથે એ ગામમાં રહેતો હતો. દંપતીને ત્રણ પુત્રીઓ અને ત્રણ પુત્રો અને પૌત્રો છે. ત્રણ નવેમ્બર સવારે 3.30 વાગ્યાની આસપાસ તેણે પોતાની પાસે રાખતી લાકડી વડે તેની પત્નીની હત્યા કરી દીધી હતી.