પુણેમાં 37 વર્ષીય મહિલા સાથે રેપની કોશિશ, વિરોધ કર્યો તો નરાધમે મહિલાની કાઢી નાંખી એક આંખ
પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 37 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરવા પર મહિલાએ વિરોધ કર્યો હતો. જેના પગલ નરાધમ યુવકે મહિલાની એક આંખ જ બહાર કાઢી નાંખી હતી.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ન્હાવરે ગામમાં પોલીસ અજ્ઞાત વ્યક્તિ સામે આઈપીસી કલ 307 અને 354 અંતર્ગત ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલા બુધવારે શૌચ માટે ગઈ હતી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેને પાછળથી દબોચી લીધી હતી અને તેની સાથે જબદસ્તી કરવાનું શરું કર્યું હતું.
મહિલાએ જ્યારે તેનો પ્રતિકાર કર્યો ત્યારે આ વ્યક્તિએ મહિલા ઉપર હુમલો કરીને તેની એક આંખ બહાર કાઢી નાંખી હતી. મહિલાએ બુમો પાડતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત મહિલાનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મામલાને ગંભીરતાને લઈને પુણે ગ્રામીણ એસપી અભિનવ દેશમિખ પોતાની ટીમે સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. શિરુર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ આઈપીસી 307 અને 354 અંતર્ગત ફરિયાદ નોંધીને અજાણ્યા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.