આંધ્રપ્રદેશમાં સ્કુલ ખુલ્યા બાદ ૨૬૨ છાત્ર અને ૧૬૦ શિક્ષકો સંક્રમિત
અમરાવતી, આંધ્રપ્રદેશમાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બે નવેમ્બરને સ્કુલો ફરી ખોલી દેવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ લગભગ ૨૬૨ છાત્ર અને ૧૬૦ શિક્ષક કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે. સ્કુલ શિક્ષા કમિશ્નર વી ચિન્ના વીરભદ્દુદુએ આ માહિતી આપતા કહ્યું કે સ્કુલ જનારા વિદ્યાર્થીઓની સરખામણીમાં સંક્રમિત છાત્રોનો આંકડો ચિંતાની વાત નથી તેમણે કહ્યું કે પ્રત્યેક સંસ્થાનમાં કોવિડ ૧૯ સુરક્ષા માનકોનું પાલન સુનિશ્ચિત કરવા માટે હરસંભવ પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે ચાર નવેમ્બરે લગભગ ચાર લાખ છાત્ર સ્કુલ પહોંચ્યા હતાં.સંક્રમિત છાત્રોની સંખ્યા ૨૬૨ છે જે ચારલાખ છાત્રોને ૦.૧ ટકા પણ નથી આ કહેવું યોગ્ય નથી કે સ્કુલ જવાને કારણે છાત્ર સંક્રમિત થયા અમે સુનિશ્ચિત કર્યું છે કે પ્રત્યેકકક્ષમાં ફકત ૧૫ કે ૧૬ છાત્ર જ હાજર રહે આ ચિંતાની વાત નથી.
વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ આંકડા અનુસાર રાજયમાં નવમા અને દસમાં ધોરણ માટે ૯.૭૫ લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે તેમાંથી ૯.૯૩ લાખ વિદ્યાર્થી સ્કુલ આવ્યા કુલ ૧.૧૧ લાખ શિક્ષકોમાંથી ૯૯,૦૦૦થી વધુ શિક્ષકોએ શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા વીરભદ્દુદુએ કહ્યું કે ૧.૧૧ લાખ શિક્ષકોમાંથી લગભગ ૧૬૦ શિક્ષક કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે.
તેમણે કહ્યું કે ગરીબ વિદ્યાર્થીઓ સ્કુલ બંધ થવાથી સૌથી વધુ પ્રભાવિત થયા કારણ કે ઓનલાઇ કક્ષાઓ તેમની પહોંચથી બહાર છે સ્કુલ બંધ રહેવાની અસર આદિવાસી અને ગ્રામીણ વિસ્તારની છાત્રાઓ પર પણ પડશે કારણ કે અભ્યાસ રોકાયા બાદ તેમના વાલીઓ તેમના બાલ વિવાહ પણ કરી શકે છે.HS