Western Times News

Gujarati News

ઉદ્વવ સરકારની જનતાથી ફટાકડા નહીં ફોડવાની અપીલ કરી

નવીદિલ્હી, તહેવારોની સીજનની વચ્ચે કોરોના વાયરસ મહામારી પર કાબુ મેળવવા માટે કેન્દ્ર અને રાજય સરકારો તરફથી અનેક ઉપાયો કરવામાં આવી રહ્યાં છે અનેક રાજયોને કોરોના મહામારી અને વાયુ પ્રદુષણને રોકવા માટે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો પણ નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્ર સરકારને દિવાળી દરમિયાન કોવિડ ૧૯ પર નિયંત્રણ કરવા માટે સાવધાનીપૂર્વકના પગલા ઉઠાવતા આજે માનક સંચાલિક પ્રક્રિયા એસઓપી જારી કરી.

સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારને રાજયના લોકોને ફટાકડા ફોડવાથી બચવાની વિનંતી કરી છે જેથી શોર બકોર અને વાયુ પ્રદુષણ પર લગામ લગાવી શકાય મહારાષ્ટ્ર સરકારના લોકોને અપીલ કરતા પહેલા રાજસ્થાન અને દિલ્હી સરકાર ે ફટાકડાના વેચાણ પર અને આતશબાજી પર રોક લગાવી દીધી છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના વાયરસ અને વધતા પ્રદુષણને જાેતા કોઇ પણ રીતના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે આ રોક ૩૦ નવેમ્બર સુધી છે. આ પહેલા દિલ્હીમાં ગ્રીન ફટાકડાની વેચાણની છુટ હતી પરંતુ હવે દિલ્હી સરકારે તેના પર પણ રોક લગાવી દીધી છે એટલે કે દિલ્હીમાં હવે કોઇ પણ રીતના ફટાકડા ન તો ખરીદી શકાશે અને ન તો ફોડી શકાશે.

જાે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી જાેડાયેલ ગુરૂગ્રામમાં ફટાકડા વિના દિવાળી મનાવવામાં આવશે જીલ્લા પ્રસાસને ૧૪ નવેમ્બરે દિવાળી પહેલા અને બાદમાં ફટાકડા અને આતશબાજી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના દિવસે ફકત બે કલાક રાત્રે આઠથી ૧૦ વાગ્યા સુધી આતશબાજી કરી શકાતી હતી અને તેમાં પણ ઓછા પ્રદુષણ ઉત્સર્જનકરનારા એટલે કે ગ્રીન ફટાકડા જ ફોડી શકાતા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.