ત્રીજા તબક્કામાં ભાજપની સૌથી વધુ મહિલાઓ ચુંટણી મેદાનમાં
પટણા, બિહાર વિધાનસભાના ત્રીજા અને અંતિમ તબક્કાની ચુંટણીમાં ભાજપના કવોટાથી સૌથી વધુ મહિલાઓ ચુંટણી મેદાનમાં છે પાર્ટીએ વખતે ૧૧૦ બેઠકોમાંથી ૧૩ મહિલાઓને ચુંટણી મેદાનમાં ઉતારી છે.તેમાં સૌથી વધુ છ મહિલાઓ ત્રીજા તબક્કામાં જ છે જયારે બીજા તબક્કામાં માત્ર બે તો પહેલા તબક્કામાં પાંચ મહિલાઓ ચુંટણી મેદાનમાં હતાં.
ભાજપના કવોટામાંથી સરકારમાં મંત્રી રહેલ વિનોદકુમાર સિંહના નિધન બાદ પાર્ટીએ તેમની પત્ની નિશા સિંહને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. તે પોતાના દિવંગત પતિની બેઠક પ્રાણપુરથી જ ચુંટણી મેદાનમાં છે. પ્રાણપુરમાં ત્રીજા તબક્કામાં ચુંટણી થનાર છે આ તબક્કાાં પાંચ અન્ય મહિલાઓ પણ ચુંટણી મેદાનમાં છે તેમાં રામનગર સુથી ભાગીરથી દેવી, નરકટિયાગંજથી રશ્મિ શર્મા પરિહારથી ગાયત્રી દેવી કિશનગંજથી સ્વીટી સિંહ અને કોઢા સુથી કવિતા પાસવાન ચુંટણી મેદાનમાં છે.
જયારે મંગળવારે થયેલ બીજી તબક્કામાં પાર્ટીના કવોટાથી બે મહિલાઓ ચુંટણી મેદાનમાં હતી તેમાં બેતિયાથી રેણુદેવી તો દાનાપુરથી આશાદેવી ચુંટણી મેદાનમાં હતી રેણુદેવી પૂર્વ મંત્રી છે.જયારે પહેલા તબક્કામાં પાર્ટીએ પાંચ મહિલાઓને ચુંટણી મેદાનમાં ઉતાર્યા હતાં જેમાં કટોરિયાસુથી નિક્કી હેમ્બ્રમ શાહપુરથી મુન્નીદેવી ભભુઆ સેથી રિકી રાની પાંડેય વારસલીગંજથી અરૂણા દેવી અને જમુઇથી શ્રેયસી સિંહ છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહની પુત્રી શ્રેયસી સિંહ આંતરરાષ્ટ્રીય શુટર છે પાર્ટીએ જે ૧૩ મહિલાઓને ચુંટણી મેદાનમાંઉતારી છે તેમાં ત્રણ અનામત બેઠક રામનગર કોઢા અને કટોરિયાથી ચુંટણી મેદાનમાં છે.HS