ટેલી સોલ્યુશન્સે નેક્સ્ટ જનરેશન બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર – ટેલીપ્રાઇમ લોન્ચ કરશે
· યુવાન ઉદ્યોગસાહસિકો અને MSMEs માટે અતિ સરળ અને સાનુકૂળ સોલ્યુશન, જે બિઝનેસનું સરળતાપૂર્વક ઓટોમેશન કરશે
અમદાવાદ, ટેલી સોલ્યુશન્સ ભારતની અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઇડર છે. કંપની 09 નવેમ્બર, 2020ના રોજ ટેલીપ્રાઇમ – નેક્સ્ટ જનરેશન બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રસ્તુત કરશે. ટેલીપ્રાઇમ MSMEના માલિકો અને યુવાન ઉદ્યોગસાહસિકોને તેમના વ્યાવસાયિક ઉત્પાદકતા વધારવા અતિ સરળ અને પાવરફૂલ સોફ્ટવેર સાથે સજ્જ કરશે.
30 વર્ષ અગાઉ શરૂ થયા પછી અત્યાર સુધી વ્યાવસાયના માલિકોના જીવનને સરળ બનાવવા માટે કામગીરી કરતી ટેલીનો ઉદ્દેશ ટેલીપ્રાઇમ સાથે બિઝનેસ મેનેજમેન્ટને વધુ સરળ બનાવવાનો, યુઝર્સને મેનેજમેન્ટની સુવિધા આપવાનો અને એકાઉન્ટિંગ કે ટેકનોલોજીની નાણાકીય ખાસિયતોની જાણકારી જરૂરિયાત વિના તેમના વ્યવસાયને વધારવામાં મદદરૂપ થવાનો છે. આ પ્રોડક્ટ યુઝરના અનુભવને કેન્દ્રમાં જાળવીને બનાવવામાં આવી છે, જે વિસ્તૃત રીતે આયોજિત પ્રોડક્ટની રૂપરેખા સાથે સૌપ્રથમ વાર પ્રસ્તુત થઈ છે.
ટેલીએ ગ્રાહકો માટે કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ સોલ્યુશન પ્રદાન કરવા માટે મોટા પાયે રોકાણ પણ કર્યું છે, જે સુરક્ષિત અને ખાનગી કે ગોપનીય છે. વળી એમાં રિટેલ જેવા નવા સેગમેન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા વ્યવસાયોને જોડાણની ક્ષમતાનો લાભ લેવામાં મદદરૂપ થવા વધારે સંકલિત પ્રોડક્ટ ઊભી કરવામાં આવી છે. કંપની હાલ કાર્યરત આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત કામગીરી કરવા માટે અને નવા વિસ્તારોમાં કામગીરી વધારવા માટે કામ કરી રહી છે.
અત્યારે ટેલીનો ઉપયોગ શહેરમાં હજારો વ્યવસાયો કરે છે અને ટેલીપ્રાઇમ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ ગ્રાહકોને ટેકનોલોજીનો સ્વીકાર કરવા સક્ષમ બનાવીને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે. આ 300થી વધારે વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં SME વ્યવસાયો સુધી પહોંચશે, જે આયોજિત છે, જેમાં આગામી બે મહિના દરમિયાન ગ્રાહકને જાણકારી આપવા વેબિનાર સેશન પણ સામેલ હશે.
આ લોંચ દરમિયાન ટેલી સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ ગોએન્કાએ કહ્યું હતું કે, “3 દાયકાથી વધારે સમયથી અમે ઇનોવેશન કર્યું છે તથા સરળ અને પાવરફૂલ સોલ્યુશનો પ્રસ્તુત કર્યા છે, જેનાથી વ્યવસાયના લાખો માલિકો, વ્યાવસાયિકો અને એકાઉન્ટન્ટ્સને તેમના વ્યવસાયને પરિવર્તિત કરવા માટે મદદ મળી છે. ટેલીપ્રાઇમ સાથે અમને અમારા હાલના ગ્રાહકો માટે વ્યવસાયિક કામગીરીઓને વધારે સરળ બનાવવાની અને આગામી દિવસોમાં વધુ લાખો લોકો સુધી પહોંચવાની આશા છે. રોગચાળાનો સામનો કરવો સરળ નથી, ખાસ કરીને MSME ક્ષેત્ર માટે, પણ અમે ભવિષ્યને લઈને ઘણા વ્યવસાયો પ્રત્યે આશાવાદી છીએ અને તેમને વધારે સારી રીતે વ્યવસાય ચલાવવા માટે નવી ટેકનોલોજી સાથે તેમને ટેકો આપવા સતત કામ કરીએ છીએ.”
ટેલી સોલ્યુશન્સના સપોર્ટ સાથે વ્યવસાયનું વ્યવસ્થાપન કરવાનો અનુભવ વહેંચતા કે સી પરીખ એન્ડ એસોસિએટ્સના ચિંતન એમ દોશીએ કહ્યું હતું કે, “ટેલી વેચાણવેરા અને વેટના સમયગાળાથી ભારતમાં લાખો વ્યવસાયો માટે સતત સોલ્યુશન પ્રોવાઇડર તરીકે કાર્યરત છે. હવે જીએસટીના યુગમાં પણ ટેલી રાષ્ટ્રીય સ્તરે વ્યાવસાયિક સમુદાય માટે પથપ્રદર્શક પુરવાર થશે. હું નવા અનુભવો સાથે નવા ઉત્પાદન માટે આતુર છું.”
ટેલીપ્રાઇમ રીલિઝ 1.0 કેટલીક નવી ખાસિયતો અને અનુભવો સાથે આવશે, જેનાથી ઉદ્યોગસાહસિકો અને એકાઉન્ટન્ટને રોજિંદા કામમાં લાભ થશે. નવી ‘ગોટૂ’ ક્ષમતા ટેલીના પ્રસિદ્ધ રિપોર્ટિંગ એન્જિનને આગામી સ્તરે લઈ જાય છે, સરળતાપૂર્વક ડેટા એન્ટ્રી ઉપયોગને ઝડપી બનાવે છે અને કેટલાંક વ્યાવસાયિક યુઝ કેસ માટે વધારે સાનુકૂળ છે. પ્રોડક્ટની વિવિધ કામગીરીની ક્ષમતાની ઘણા પ્રીવ્યૂ ગ્રાહકોએ પ્રશંસા પણ કરી છે.
પ્રોડક્ટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આ ભવિષ્યની ખાસિયતો માટે ઉપયોગી થાય છે અને ફ્રેમ બ્રેકિંગ વિના આ ઇન્ટરફેસ દ્વારા સપોર્ટેડ છે. આ ગ્રાહકોને સરળતાપૂર્વક શિફ્ટ થવા અને ભવિષ્યની રીલિઝ નવી ટેકનિકો શીખ્યાં વિના કે કૌશલ્ય સંવર્ધનની જરૂરિયાત વિના અપનાવી શકાશે.