Western Times News

Gujarati News

અનેક શહેરોમાં માર્ગો પર ટ્રંપના સમર્થક ઉતર્યા,ભારે સંગીત સાથે મતગણતરી રોકવાનો પ્રયાસ

વોશિંગ્ટન: મતગણતરીમાં છેંતરપીડીનો આરોપ લગાવતા ટ્રંપના સમર્થકોએ અનેક શહેરોમાં પ્રદર્શન કર્યા હતાં એરિજાેનાના ફીનિકસ ખાતે મેરિકોપા કાઉટીમાં ચુંટણી કાર્યાલયની બહાર જમા આ લોકોએ ખુબ હંગામો કર્યો મિલવોકીમાં ૫૦ મતગણતરી સ્થળોને ઘેર ભારે સંગીત વગાડયુ હતું જેથી મતગણતરી અટકાવી શકે વોશિંગ્ટનમાં ટ્રંપ સમર્થકોને કાર અને બાઇક રેલી પર રેલી કાઢી શહેરનો રસ્તો બંધ કરવાની આવી હતી.

લાસ વેગાસમાંપણ ૪૦૦ સમર્થકોએ તેજ અવાજમાં સંગીત વગાડી મતગણતરી પર પ્રક્રિયા અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. હેરિસબર્ગમાં ૧૦૦ લોકોએ મતદણતરી રોકવા માટે પ્રદર્શન કર્યા  બીજી તરફ ટ્રંપની વિરૂધ્ધ પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તેમને નાઝીવાદી બતાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા અનેક જગ્યાઓ પર બંન્ને સમર્થક પરસ્પર ઝઘડી પડયા હતાં આથી પોલીસને હસ્તક્ષેપ કરવાની જરૂર પડી હતી.

ન્યુયોર્ક પોલીસ વિભાગ અનુસાર મેનહટનમાં પ્રદર્શન દરમિયાન એક પોલીસ અધિકારીને નીચે પાડી તેમની ચેનથી ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે પોલીસે પ્રદર્શનકારી અને મીડિયાને રપોકવા માટે પોતાની સાયકલોનો ઉપયોગ પણ કર્યો હતો. ન્યુયોર્ક સિટીમાં ટ્રંપની વિરૂધ્ધ પ્રદર્શન દરમિયાન ભારતીય મૂળના ૨૪ વર્ષીય દેવિના સિંહની ધરપકડ કરવામાં આવી તેમના પર પોલીસે થુંકવાનો આરોપ લગાવ્યો ઘટનાની વીડિયો પણ વાયરલ થઇ છે

આ વખતે ૨૩.૯ કરોડ મતદારોમાંથી રેકોર્ડ ૧૬ કરોડ મત નાખ્યા આ પહેલા વર્ષ ૧૯૦૦માં ૭૩.૭ ટકા મતદાન થયું હતું એટલે કે ૧૨૦ વર્ષમાં સૌથી વધુ મત પડયા છે. મિનિસોટા અને મૈનમાં ૭૯.૯ ટકા મતદાનનું અનુમાન છે ત્યારબાદ આયોવામાં ૭૮.૬ ટકા મતદાન થયું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.