દિલ્હીમાં ત્રીજી લહેર આવી ચુકી છેઃ આરોગ્યમંત્રી સત્યેંદ્ર
નવીદિલ્હી, દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેંદ્ર જૈને પાટનગરમાં વધી રહેલ કોરોના સંક્રમણના મામલા માટે સરકારી તૈયારીઓ અને ઘટી રહેલ આઇસીયુ બેડની સંખ્યાઓ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે પરંતુ અમે તાકિદે જ તેનાથી બહાર આવીશું તેમણે એ પણ કહ્યું કે જયાં સુધી રસી આવશે નહીં ત્યાં સુધી માસ્કને જ વેકસીન સમજવામાં આવે.
તેમણે આઇસીયુ બેડની ઘટતી સંખ્યાને લઇ કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં હજુ પણ આઇસીયુ બેડ ઉપલ્બધ છે પરંતુ પ્રભાવશાળી લોકો સરકારીની જગ્યા ખાનગી હોસ્પિટલોને મહત્વ આપે છે આથી તેમને આઇસીયુ બેડની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હી સરકારે ૫૦૦ કોવિડ ૧૯ બેડ અને ૧૧૦ આઇસીયુ બેડ સરકારી હોસ્પિટલોમાં વધારી છે.જયારે ખાનગી હોસ્પિટલમાં પણ ૬૮૫ વધુ બેડ વધારવામાં આવી છે.HS