શિલ્પાએ ૧૪ વર્ષની છોકરીની સાઈઝનો ડ્રેસ પસંદ કર્યો
મુંબઈ: શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસિસમાંથી એક છે. તે પોતાની હેલ્થ અને ફિટનેસને લઈને ખૂબ જ સજાગ રહે છે. આ સાથે જ ફેશનને લઈને પણ તેની ચોઈસ ખૂબ જ સરસ છે. થોડા દિવસો પહેલા તે મુંબઈના સ્ટોર પર શોપિંગ કરવા માટે પહોંચી હતી. જોકે, ત્યાં તેની સાથે એક મજેદાર ઘટના બની હતી. શિલ્પા સ્ટોર પર ડ્રેસ પસંદ કરી રહી હતી.
તેણે કેટલોક સામાન તો ખરીદી લીધો હતો પરંતુ તેમાંથી શું રાખવું અને શું ન રાખવું તેને ફાઈનલ કરવા માટે કેશ કાઉન્ટર પર પહોંચી હતી. કાઉન્ટર પર તેની નજર એક સરસ બ્લૂ આઉટફીટ પર પડી હતી. તેને આ આઉટફીટ ખૂબ જ પસંદ આવ્યો હતો. બરાબર તે સમયે એક સ્ટાફ મેમ્બરે તેને આવીને એવું જણાવ્યું કે, મેમએ તો ૧૪થી ૧૫ વર્ષની છોકરી માટે છે.
બરાબર તે સમયે જ શિલ્પા શેટ્ટીને હસવું આવી ગયું અને તેણે ધીરેથી કહ્યું કે મને ફીટ થઈ જશે. તેના આવા શબ્દો સાંભળીને ત્યાં જેટલા પણ લોકો ઉભા હતા તેઓ હસવું રોકી શક્યા નહોતાં. જોકે, ફાઈનલી શિલ્પાએ આ આઉટફીટ ત્યાં જ છોડ્યું હતું. અને ત્યાંથી ૬૫૦૦૦નું બિલ ૧૦% ડિસ્કાઉન્ટ સાથે ચૂકવીને બહાર નીકળી હતી.