Western Times News

Gujarati News

રિતિક રોશનનની મા પિંકીને ભાઈ ઋષિ કપૂર યાદ આવ્યા

મુંબઈ: બે વર્ષ સુધી કેન્સરની લડાઈ લડ્યા બાદ આ વર્ષની ૩૦મી એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું હતું. તેમના નિધનના સાત મહિના બાદ રાકેશ રોશનના પત્ની પિંકી રોશને સોશિયલ મીડિયા પર ઋષિ કપૂરની કેટલીક જૂની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઋષિ, રાકેશ રોશન અને નીતુ કપૂર છે. પહેલી તસવીરમાં કપૂર અને રોશન કોઈ બાબતની ગંભીર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ફ્રેન્ડ્‌સ એટ વર્ક ઈંઅમે તમને મિસ કરી રહ્યા છીએ ભાઈ’.

તેમણે જેવી પોસ્ટ શેર કરી કે તરત જ નીતુ કપૂર અને તેમની દીકરી રિદ્ધિમાએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી મૂક્યું હતું. બીજી તસવીર તેમના ફિલ્મના સેટ પરની છે. જેમાં પિંકીએ લખ્યું છે કે, ‘મેં તેમની સાથે સ્ક્રીન શેર નથી કરી પરંતુ મિત્રો હંમેશા રહ્યા’. જેના પર કોમેન્ટ કરતાં નીતુએ લખ્યું છે કે, ‘સુંદર યાદો. ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કે જે દિલ્હીની જ્વેલરી ડિઝાઈનર છે, તે એક્ટરના નિધન બાદથી તેની માતા નીતુ સાથે મુંબઈમાં રહે છે. થોડા દિવસ પહેલા કરવા ચોથનું સેલિબ્રેશન કરવા માટે કપૂર પરિવાર ભેગો થયો હતો અને સાથે બેસીને ભોજન લીધુ હતું. જેની તસવીર નીતુ કપૂરે શેર કરી છે. આ તસવીરમાં કરીના કપૂર, રિદ્ધિમા કપૂર, અરમાન જૈન અને તેની પત્ની અનિસા મલ્હોત્રા, આદર જૈન, રણબીર કપૂર, નિતાશા નંદા, મનોજ જૈન, રિમા જૈમ તેમજ તારા સુતારિયા જોવા મળ્યા હતા.

નીતુ કપૂરે આ તસવીરની સાથે પતિ ઋષિને યાદ કર્યા હતા. તસવીરની સાથે તેમણે લખ્યું હતું કે, ‘પરિવારની સાથે કરવા ચોથ, મિસ યુ કપૂર સાહેબ. ઋષિ કપૂરનું નિધન ૨૯મી એપ્રિલે થયું હતું. ૬૭ વર્ષના એક્ટરે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂર છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.

તેમણે ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ સુધી કેન્સરની સારવાર લીધી હતી. આ દરમિયાન પત્ની નીતુ કપૂર સતત તેમની પડખે હતા.મહત્વનું છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮માં ઋષિ કપૂર અને નીતુ કપૂર સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા. ખાસ્સા સમય સુધી ઋષિ કપૂરે પોતે કેન્સરની સારવાર કરાવતા હોવાની વાત છુપાવી રાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.