રાજકુમાર રાવ શાહરુખ ખાનનો ખૂબ મોટો ફેન છે
મુંબઈ: રાજકુમાર રાવ બોલિવૂડના પ્રતિભાશાળી એક્ટર્સમાંથી એક છે. તેણે પોતાની અભિનય ક્ષમતાના આધારે ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન બનાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો અભિનય પણ ખૂબ જ સુધર્યો છે. ક્રિટિક્સ અને ચાહકો સહિત તેમની પ્રશંસા કરી છે. રાજકુમાર રાવ બી-ટાઉનમાં શાહરૂખ ખાનને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે એક મજેદાર કિસ્સો કહ્યો હતો. ફિલ્મફેરના એક રિપોર્ટ અનુસાર રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, તેના માટે સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત શાહરૂખ ખાન છે. તેણે જણાવ્યું કે, તેને શાહરુખ સર ગમે છે. તેમના કારણે જ હું એક એક્ટર છું. જ્યારે હું ગુડગાંવમાં રહેતો હતો ત્યારે તેની નકલ કરતો હતો.
હું પહેલી વાર જ્યારે અગિયારમા ધોરણમાં મુંબઈ ગયો હતો ત્યારે કલાકો સુધી તેમના ઘરની બહાર ઉભો રહ્યો હતો. જ્યારે એક્ટર બન્યો તો તેના ઘરે મળવાની સોનેરી તક મળી હતી. જે પછી મારી તેમની સાથે અનેકવાર મુલાકાત થઈ હતી. તે ખૂબ જ પ્રેમાળ છે. તે લોકોને ખૂબ જ સ્પેશ્યિલ ફીલ કરાવે છે. જે પણ તેમને મળે છે તે આ બાબતનો વિશ્વાસ કરે છે. હું તેને સ્ટાર તરીકે પસંદ કરું છું પરંતુ સત્ય એ છે કે તે ખૂબ જ સારા વ્યક્તિ છે. નોંધનીય છે કે, હવે રાજકુમાર રાવ અનુરાગ બાસુની ફિલ્મ ‘લુડો’માં જોવા મળશે.