Western Times News

Gujarati News

અંકલેશ્વરની IIFL માં ૪ લૂંટારૂઓએ બંદૂકની અણીએ ૧૨ મિનિટમાં જ કરોડોની લૂંટ ચલાવી

ભીડભાડ વાળા વિસ્તારમાં ઘોડે દહાડે કરોડોની લૂંટથી પોલીસ તંત્ર દોડતું. : સીસીટીવી ની મદદ થી પોલીસે તપાસ હાથધરી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે કોરોના કાળ માં અંકલેશ્વર માં ધોળા દિવસે સૌથી મોટી કરોડોના ગોલ્ડ (સોનાની) લૂંટની ઘટનાને અંકલેશ્વરના ભરચક વિસ્તારમાં ૪ લૂંટારુઓએ બંદૂકની અણીએ ઈન્ડિયા ઈન્ફોલાઈન ની બ્રાન્ચમાં અંજામ આપતા સમગ્ર જીલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક માર્કેટ યાર્ડ પાસે આશિષ કોમ્પ્લેસના પેહલા માળે IIFL ઈન્ડિયા ઈન્ફોલાઈનની સોના પર ધિરાણ કરતી બ્રાન્ચ આવેલી છે.નિયત સમય મુજબ સોમવારે સવારે ૯:૧૦ કલાકે કર્મચારીઓ આવવાના શરૂ થતાં ૯:૧૭ કલાકે સિક્યોરિટી ગાર્ડએ બ્રાન્ચના આગળના ૨ દરવાજાના તાળા ખોલ્યા હતા.

સ્ટાફ સાથે પહેલે થી જ સ્વીફ્ટ કાર્ડ માં નીચે લૂંટના ઈરાદે બેસેલા લૂંટારું પૈકી એક મરાઠી બોલતો યુવાન બ્લુ ટોપી,ગોગલ્સ અને મોઢા પર રૂમલને અંદર ઘૂસ્યો હતો.પાછળ થી બીજા બે લૂંટારું બ્લુ શર્ટ અને કેપ પહેરી એક ખભે કોલેજ બેગ ભેરવી બ્રાન્ચમાં મહિલાકર્મી પાછળ આવ્યા હતા. છેલ્લે ચોથો લૂંટારું બેગ સાથે મહિલા કર્મીને ગન પોઈન્ટ પર અંદર ઘુસી ગયો હતો.

અંદર રહેલા ૫ જેટલા સ્ટાફને ગન પોઈન્ટ પર બંધક બનાવી માત્ર ૧૨ મિનિટ કરતા ઓછા સમય ગાળા માં સેફ ગાર્ડમાં રહેલા રૂપિયા ૨ થી ૩ કરોડના લોકોએ ગીરવે મુકેલા સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ભરૂચ પોલીસને ઘટનાની જાણ કરતા અંકલેશ્વર શકહેર,જીઆઈડીસી,લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે જીલ્લા પોલિસ કરોડોના ગોલ્ડની લૂંટથી દોડતી થઈ ગઈ હતી.અંકલેશ્વર ખાતે પોલીસ કાફલો ઉમટી પડી CCTV ના આધારે લૂંટારુઓનાં ભાળ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.
લૂંટારુંઓ પ્રિ-પ્લાન લૂંટને અંજામ આપવા પહેલેથી જ તૈયારી કરી આવ્યા હતા.તેઓએ બ્રાન્ચની રેકી કરી હતી.

જેમાં બ્રાન્ચ કેટલા વાગે ખુલે છે, કેટલા કર્મીઓ ફરજ બજાવે છે સહિતની વિગતોથી તેઓ વાકેફ હતા.બ્રાન્ચ ખુલતા પેહલા જ કારમાં નીચે ગોઠવાઈ ગયા હતા.કર્મચારીઓની પાછળ એક બાદ એક ૪ લૂંટારુઓએ ઘુસી સેફ લોકર ખોલાવવા પહેલો સેફ દરવાજા નો સિક્યોરન્સ કોલ કરાવ્યો હતો.જેનો કોડ ફોન પર અને OTP આવી જતા પહેલો દરવાજો ખુલ્યા બાદ બીજો સળિયા (ગ્રીલ) નો દરવાજો તેમજ છેલ્લે સેફ લોકરનો ૨ ચાવી વળે ખૂલતો સેફ લોકરનો દરવાજો ગન પોઈન્ટ પર ખોલાવી અંદર રહેલું બધું સોનુ કોલેજ બેગોમાં ભરી લૂંટ ચલાવી હતી.

ચાર યુવાન લૂંટારું પેકી બ્રાન્ચમાં ઘુસેલો પહેલો લૂંટારું મરાઠી ભાષા બોલતો હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. જ્યારે અન્ય એક લોકલ હોવાનું અનુમાન લગાવાયું હતું. લૂંટારુઓએ IIFL ના ૨ મહિલા કર્મી સહિત ૫ કર્મીઓને બ્રાન્ચમાં બંદૂક ની અણીએ બંધક બનાવ્યા બાદ ૪ કર્મીના મોબાઈલની પણ જતી વખતે લૂંટ ચલાવી હોવાની માહિતી બહાર આવી છે.

ભરૂચ પોલીસને સોનાની કરોડોની લૂંટનો મેસેજ મળતા જ અંકલેશ્વર શહેર સહિત જીલ્લાના તમામ રસ્તા હાઈવે ઉપર નાકાબંધી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. કોરોના કાળમાં લોકોએ આર્થિક ભીંસ દૂર કરવા પોતાની પાસે રહેલા સોનાના દાગીનાઓ બ્રાન્ચમાં મૂકી નજીવા વ્યાજે ગોલ્ડ લોન મેળવી હતી. દિવાળી ટાણે જ તેઓનું ગોલ્ડ લૂંટાઈ જતા તેઓ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.