ટ્રમ્પની હારમાંથી ભારતે પણ બોધપાઠ લેવો જોઈએ: શિવસેના
મુંબઇ, ભાજપની એક સમયની સાથીદાર અને હવેની પ્રખર ટીકાકાર પાર્ટી શિવસેનાએ અમેરિકામાં ટ્ર્મ્પની હારને પણ ભાજપ સાથે જોડીને ટોણો માર્યો છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં કહ્યુ હતુ કે, અમેરિકામાં ટ્રમ્પની હાર બાદ ભારતે પણ તેમાંથી શીખવાની જરુર છે અને જો તેવુ થયુ તો દેશ માટે બહુ સારી વાત હશે.
શિવસેનાએ અમેરિકાની ચૂંટણીની સરખાણમી બિહારની ચૂંટણી સાથે કરતા કહ્યુ હતુ કે, ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માટે ક્યારેય લાયક નહોતા અને લોકોએ ચાર વર્ષ પહેલા કરેલી ભૂલ હવે સુધારી લીધી છે.અમેરિકાને કરેલો એક પણ વાયદો ટ્રમ્પે પૂરો કર્યો નથી.ભારતે પણ તેમાંથી શીખવાની જરુર છે.કોરોનાના કારણે અમેરિકામાં બેરોજગારી વધી ગઈ હતી પણ ટ્રમ્પે તેનો ઉકેલ શોધવાની જગ્યાએ બેકારોની મજાક ઉડાવી હતી.
અમેરિકાની જેમ બિહારમાં પણ સત્તા પરિવર્તનના ભણકારા વાગી રહ્યા છે.નીતિશ કુમાર હાર તરફ છે, દેશના લોકો હવે ભ્રમમાંથી નિકળીને પરિવર્તન તરફ જઈ રહ્યા છે. શિવસેનાએ વાત વાતમાં ભાજપ પર કટાક્ષ કરવાની સાથે સાથે તેજસ્વી યાદવની સરખામણી બાઈડેન સાથે પણ કરી નાંખી છે.