માણસના શરીરમાં હવે આસાનીથી નહીં ઘુસી શકે કોરોના વાયરસ
નવી દિલ્હી, અમેરિકામાં વૈજ્ઞાનિકોએ કેટલાક એવા રાસાયણિક યૌગિકોની શોધ કરી છે જે કોરોના વાયરસને માનવીય કોશિકાઓમાં પ્રવેશ કરવા અને પોતાના જેવા બીજા વાયરસ ઉત્પન કરવા માટે કેટલાક આવશ્યક બે પ્રોટિનને બાધિત કરવામાં સક્ષમ છે. આ યૌગિકની મદદથી કોવિડ-19ની અસરકારક વેક્સીન બનાવવામાં મદદ મળી શકે છે.
કોવિડ-19 માટે જવાબદાર સાર્સ કોવ-2 વાયરસ ઘણા ચરણોમાં શરીર પર હુમલો કરે છે. આ પહેલા ફેફસામાં પ્રવેશ કરે છે અને માનવીય શરીરના કોશિકા તંત્ર પર કબજો જમાવીને પોતાના જેવા વાયરસ ઉત્પન કરે છે. આ બંને શરુઆતી ચરણ સંક્રમણણ અંતર્ગત અહમ છે.
‘સાયન્સ એડવાંસેજ’પત્રિકામાં પ્રકાશિત નવા અધ્યયનમાં જાણ થઈ છે કે વર્તમાન રાસાાયણિક યૌગિક માનવ કોશિકાઓમાં સંક્રમણ માટે આવશ્યક લાઇજોસોમલ પ્રોટીઝ કૈથેપ્સીન એલ પ્રોટીન અને કોશિકાઓમાં વાયરસ ઉત્પન કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર પ્રોટીજ એપ્રોને બાધિત કરી શકે છે.