જાણીતા કારોબારી મોદી ગ્રુપમાં પરસ્પર વિવાદ ચરમ પર પહોંચ્યો

નવીદિલ્હી, દેશના જાણીતા કારોબારી જુથના કેકે મોદી ગ્રુપમાં પરસ્પર વિવાદ ચરમ પર પહોંચ્યો છે ગ્રુપના મહત્વપૂર્ણ ભાગીદારી લલિત મોદીના પુત્ર અને ગ્રુપનીા મુખ્ય કંપની ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના નિર્દેશક રૂચિરે કોર્પોરેટર અફેયર મંત્રાલયને પત્ર લખ્યો છે અને એસએફઆઇઓ અને સેબીથી તપાસ કરાવવાની માંદ કરી છે રૂચિરનું કહેવુ છે કે કંપનીમાં કોર્પોરેટ ગવર્નેસના નિયમોનો ભંગ થયો છે આ ઉપરાંત અનેક ગડબડીઓની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
એ યાદ રહે કે કે મોદી રૂચિરના દાદા છે અને ભારતથી ભાગેલ કારોબારી લલિત મોદીના પિતા છે બે નવેમ્બર ૨૦૧૯ના રોજ કે કે મોદીનું નિધન થયું હતું અને તેમના બાદ લલિત મોદીએ ગ્રુપની સંપત્તિને વેચવાની વાત કહી હતી. તે સમયે તેમની માતા બીના મોદી,ભાઇ સમીર મોદી અને બેન ચારૂ ભરતિયાએ આ પ્રસ્તાવ પર વાંધો વ્યકત કર્યો હતો આથી લલિત મોદી સિંગાપુરના આર્બિટ્રેશન કોર્ટમાં અરજી નાખી હતી જે હજુ લંબિત છે.હવે આ સમગ્ર વિવાદમાં રૂચિરની એન્ટ્રી થઇ છે.
સામાન્ય રીતે ચર્ચાથી દુર રહેનાર રૂચિર ગોડફ્રે ફિલિપ્સના ડાયરેકટર તરીકે કામ સંભાળતા હતાં રૂચિર મોદીએ કોર્પોરેટર મિનિસ્ટ્રપીને લખેલ પત્રમાં પોતાની દાદી બીના મોદી પર સવાલ ઉઠાવતા કહ્યું કે પબ્લિક શેયરહોલ્ડર્સની તરફથી તેમને બેદખલ કરવામાં આવ્યા છે ત્યારબાદ પણ તે કંપનીના પ્રેસિંડેંટ અને ડાયરેકટર તરીકે કામ સંભાળી રહી છે
બ્રિટચેનથી બેઝનેસ મેનેંજમેંટમાં ગ્રેજયુએશનની ડીગ્રી લેનાર રૂચિર મોદી અનેક કંપનીઓ ચલાવે છે.ગોડફ્રે ફિલિપ્લ ઉપરાંત તે મોદી વેંચર્સને પણ ફાઇડર અને સીઇઓ છે એટલું જ નહીં મોદી એટરપ્રાઇજેજના નિર્દેશક છે કારોબારની સાથે જ રૂચિર મોદી લખવાનો પણ શોખ ધરાવે છે સતત મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા બ્લોગ પણ લખતા રહે છે.HS