દુનિયામાં સંક્રમિતોનો આંકડો પાંચ કરોડને પાર, મૃત્યુ આંક ૧૨.૫૮ લાખથી વધુ

Files Photo
નવીદિલ્હી, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો પાંચ કરોડને પાર કરી ગયો છે જયારે મૃતકોની સંખ્યા ૧૨.૫૮ લાખથી પાર થઇ ગઇ છે.મહામારીની ચપેટમાં આવેલ ૩.૫૬ કરોડ લોકો સ્વસ્થ પણ થયા છે વિશ્વમાં ૧.૩૪ સક્રિય મામલા છે જેમાંથી ૯૨,૦૧૯ દર્દીઓની સ્થિતિ ખુબ ખરાબ છે. રિપોર્ટ અનુસાર દુનિયામાં શનિવારે ૫,૯૮,૧૫૩ મામલા સામે આવ્યા અને ૭,૪૪૫ લોકોના મોત થયા જયારે સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં જ શનિવારે ફકત ૧,૨૪,૩૯૦ મામલા લામે આવ્યા અને ૧,૦૩૧ લોકોના મોત નિપજયાં સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબર પર બ્રાઝીલ ચોથા પર રશિયા પાંચમા પર ફ્રાંસ છઠ્ઠા પર સ્પેન અને સતમા પર એર્જેન્ટીના છે.
બ્રિટેનમાં કોવિડ ૧૯ના વધુ ૨૪,૯૫૭ નવા મામલા નોંધાયા છે આ આંકડાઓની સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૧૭૧,૪૪૧ થઇ ગઇ છે શનિવારે જારી ડેટા અનુસાર મળેલ બ્રિટેનમાં કોરોના વાયરસથી વધુ ૪૧૩ મતોની સાથે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૪૮,૮૮૮ થઇ ગઇ છે આ પહેલા શનિવારે બ્રિટેનના ડેનમાર્કના વિદેશી આંગતુકો પર આવ્રજન પાવર લાગુ કરવામાં આવ્યો છે એ યાદ રહે કે ડેનમાર્કમાં મિંક ફાર્મ્સમાં કોરોના વાયરસના વ્યાપક પ્રકોપોની જાણકારી સામે આવી છે.
બ્રિટેનના કોરોના વાયરસ રીપ્રોડકશન સંખ્યાને આર નંબર પણ કહેવામાં આવે છે વર્તમાનમાં આ ૧.૧ અને ૧.૩ની વચ્ચે છે દેશમાં સંક્રમણ કેટલુ તેજીથી ફેલાઇ રહ્યું છે તે નિર્ધારિત કરવા માટે વૈજ્ઞાનિક આર નંબરને સંકેતક તરીકે પ્રયોગમાં લાવે છે.જા આર સંખ્યા એકથી ઉપર છે તો તેનો અર્થ છે કે મામલાની સંખ્યા તેજીથી વધશે.
મેકિસકોમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૯૪,૮૦૮ સુધી પહોંચી ગઇ છે.આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી થયેલ સંક્રમણ અને મોતની સંખ્યા પહેલાની સરખામણીમાં વધુ છે. કુલ ૯૬૧,૯૩૮ લોકો સંક્રમિત થયા છે. જર્મનીમાં કોરોનાના ૧૬,૦૧૭ નવા દર્દી મળ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૬૫૮.૫૦૫ થઇ ગઇ છે સત્તાવાર જાણકારી અનુસાર મહામારીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૬૩થી વધુ ૧૧,૨૮૯ થઇ ગઇ છે.
ફ્રાંસમાં મહામારીનો પ્રકોપ વધતા જાય છે અત્યાર સુધી ૧,૭૪૮,૭૦૫ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે અને મૃતકોની કુલ સંખ્યૌ ૪૦ હજારથી વધુ છે સત્તાવાર જાણકારી અનુસાર શુક્રવારે ૮૬,૮૫૨ નવા સંક્રમિતોની પુષ્ટી થઇ છે. રશિયામાં કોરોનાથી ૨૦,૪૯૮ નવા સંક્રમિતોની પુષ્ટી થઇ છે.આ સાથે ૨૮૬ દર્દીના મોત થયા છે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધી ૧,૭૭૪,૩૩૪ થઇ છે.HS