શિવસેનાએ બિડેન સાથે કરી તેજસ્વીની સરખામણી
પટણા: બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે થયેલી ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જેમાં તેજસ્વી યાદવની આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનને જીત મળતી જોવા મળી રહી છે. બિહાર ચૂંટણીના પરિણામને લઈને શિવસેના ખુબ ઉત્સાહિત છે અને પોતાના મુખપત્ર સામનામાં તેજસ્વી યાદવની જીતની ભવિષ્યવાણી કરતા તેની સરખામણી જો બાઈડેન સાથે કરી નાખી. આ સાથે જ શિવસેનાએ પીએમ નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પણ નિશાન સાધ્યું.
શિવસેનાએ સામનામાં તેજસ્વી અને બાઈડેન અટલ સત્તાંતર મથાળા હેઠળ લખેલા લેખમાં કહ્યું કે સત્તાંતરનો પ્રસવકાળ પૂરો થઈ ચૂક્યો છે. હિન્દુસ્તાનના બિહારમાં પણ તે જ પ્રકારે સત્તાંતર થવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળી રહ્યા છે. જે રીતે અમેરિકામાં થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર જેવા અન્ય નેતા યુવા તેજસ્વી યાદવ સામે ટકી શક્યા નહીં.
જૂઠ્ઠાણાના બલૂન હવામાં છોડવામાં આવ્યા તે હવામાં જ ગાયબ થઈ ગયા. શિવસેનાએ વધુમાં લખ્યું કે બિહારની ચૂંટણીને લોકોએ પોતાના હાથમાં લઈ લીધી અને પીએમ મોદી સહિત નીતિશકુમાર આગળ ઘૂંટણિયા ટેકી શક્યા નહીં. તેજસ્વી યાદવની સભામાં જનસાગર ઉમડતો હતો જ્યારે પીએમ મોદી અને નીતિશકુમાર જેવા નેતાઓ ર્નિજીવ માટલા સમક્ષ ગળા ફાડી રહ્યા હતા. એવી તસવીરો દેશે જોઈ છે. બિહારમાં ફરીથી જંગલરાજ આવશે એવો ડર પણ દેખાડવામાં આવ્યો.
પરંતુ લોકોએ સ્પષ્ટ કરી દીધુ કે પહેલા તમે જાઓ, જંગલરાજ આવશે તો પણ અમે પહોંચી વળશું! શિવસેનાએ અમેરિકાની સાથે બિહારની જનતાનું પણ અભિવાદન કર્યું. સંપાદકીયમાં લખ્યું કે અમેરિકા અને બિહારની જનતાનો જેટલો અભિનંદન કરવામાં આવે તેટલો ઓછો છે. જનતા જ શ્રેષ્ઠ અને સર્વશક્તિમાન છે. જો બાઈડેન અને તેજસ્વી યાદવનો સંઘર્ષ અન્યાય, અસત્ય અને ઢોંગશાહી વિરુદ્ધ હતો અને તે સફળ થઈ રહ્યો છે.