પબજીને ફરી ભારતમાં રિલોન્ચ કરવાની તૈયારીઓ

નવી દિલ્હી: પબજી લવર્સ માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારી પસંદગીની ગેમને ફરી રમવાની તૈયારીઓ કરો. પબજીને ફરી ભારતમાં રિલોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. ડેટા પ્રોટેક્શન માટે પબજીએ દુનિયાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટની સાથે ભાગીદારી કરી છે. ટૂંક સમયમાં પબજી રિલોન્ચને લઇને સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
ટેક વેબસાઈટ બિઝનેસ ઇનસાઇડર અનુસાર પબજીએ ભારતીય યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે માઇક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસ અઝૂરે ને પસંદ કર્યું છે. પબજીની પરેન્ટ કંપની ક્રાફ્ટને માઇક્રોસોફ્ટની સાથે આ નવા પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. ડેટા પ્રાઇવેસી અને સિક્યોરિટી પર ભારત સરકારના નિયમોના હિસાબથી સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
જેથી યૂઝર્સના ડેટાને દેશમાં જ રાખવામાં આવે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ વખતે પબજી રમતા યૂઝર્સને નવી વેરિફેકશન પ્રોસેસથી પસાર થવું પડશે. આ પ્રોસેસ ભારતીય યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સરહદ વિવાદ બાદ કેન્દ્ર સરકારે ૨૨૪ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારત સરકારે આઇટી એક્ટના આર્ટિકલ ૬૯એ અંતર્ગત આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.