ધનસુરામાં ટેકાના ભાવે મગફળીની 6500 બોરીની ખરીદી કરાઈ
ધનસુરા માં ટેકાના ભાવે મગફળી ની 6500 બોરી ની ખરીદી કરાઈ સરકારે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરુ કરી છે જિલ્લા ના 6 તાલુકા માં આ ખરીદી થઈ રહી છે.ત્યારે ધનસુરા માર્કેટમાં પણ ટેકા ના ભાવે મગફળી ની ખરીદી થઈ રહી છે.
જેમાં 6500 જેટલી બોરી ની આવક થઈ હતી ટેકા ના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂત કુંદનભાઈ ગોબરભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ધનસુરા માર્કેટમાં ખૂબ સારી રીતે ટેકા ના ભાવે ખરીદી થઈ રહી છે અને ખૂબ સહકાર મળી રહ્યો છે.જ્યારે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર હેમંતભાઈ એ જણાવ્યું હતું કે ખેડૂતો ને નંબર મુજબ બોલાવવામાં આવે છે અને 6500 બોરી જેટલી આવક થઈ ચૂકી છે.
100 થી વધુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી ચૂક્યા છે માર્કેટ ના સેક્રેટરી રવિન્દ્રભાઈ પટેલ અને માર્કેટ ધ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.કોરોના ને લઈને ખેડૂતો માસ્ક પહેરવા જેવી સાવધાની ઓ પણ રાખી રહ્યા છે.
દિલીપ પુરોહિત. બાયડ