ચુંટણીમાં કારમી હાર બાદ ટ્રમ્પએ રક્ષા મંત્રી માર્ક એસ્પરને બરતરફ કર્યાં
વોશિંગ્ટન,અમેરિકાની રાષ્ટ્રપતિ ચુંટણીમા ઉંધા મોઢાની ખાધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ તાત્કાલિક ધારણે કેટલાક ફેરફાર હાથ ધર્યા છે. તેમણે અમેરિકાના તત્કાલિન રક્ષા મંત્રી માર્ક એસ્પરને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.
ટ્રમ્પએ સોમવારના રોજ ટ્વીટ કરી જણાવ્યું કે, રક્ષા મંત્રી માર્ક એસ્પરને પદ પરથી બરતરફ કરવામા આવ્યા છે, તેમજ તેમના સ્થાને રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરને આ જાવબદારી સોંપવામા આવી છે.
અત્રે એ નોંધનીય છે કે અમેરિકામા રાષ્ટ્રપતિની ચુંટણી હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક એસ્પર વચ્ચે મતભેદ થયા હતા. તેના પગલે ટ્રમ્પે આ નિર્ણય લીધો હોવાનું જણાય રહ્યું છે.
ટ્રમ્પ અને માર્ક વચ્ચે નૌસેના અને સેનાના કર્મચારીના ઉપયોગ કરવાની બાબતને લઇને વૈચારિક મતભેદ ચાલી રહ્યા હતા.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પએ ક્રિસ્ટોફર મિલરની પ્રશંસા કરતા ટ્વિટ કરી હતી કે, મિલર બહુ સારૂ કામ કરશે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને એસ્પરના સંબંધો અમેરિકામા ભડકેલી હિંસાના સમયથી ખરાબ થઇ ગયા હતા. એસ્પર અમેરિકામા ચાલી રહેલી હિંસાને શાંત કરવા સેનાનો ઉપયોગ કરવાના ટ્રમ્પના વિચાર સાથે સહમત નહતા. તેમ છતા ટ્રમ્પએ વોશિંગ્ટન ડીસીમા સેનાને તૈનાત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામા સામાન્ય રીતે રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર ચુંટાયા પછી તેઓ પોતાના મંત્રીઓને પદ પરથી હટાવી શકે છે. ચુંટણી હાર્યા પછી કોઇ રાષ્ટ્રપતિ બીજી સરકાર બને નહી ત્યાં સુધી કોઇ પણ મંત્રીને પદ પરથી હટાવી શકે નહીં, પરંતુ ટ્રમ્પએ ઉપ રક્ષામંત્રીને પણ પદ પરથી હટાવી દીધા છે.
ટ્રમ્પ પર વધી રહેલા સત્તા હસ્તાંતરણના દબાવ વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે, તેઓ ચુંટણીમા થયેલી ગેરરીતિના વિરોધમા કેટલીય રેલી યોજવાનું મન બનાવી રહ્યાં છે. ટ્રમ્પ કેમ્પેઇનના એક પ્રવક્તા પણ આ વાતની ખાતરી આપી છે. જો કે તેમણે ટ્રમ્પ કયારે રેલી શરૂ કરશે તે વિશે ચોક્કસ માહિતી આપી નથી.
અમેરિકાના વિવિધ વિસ્તારોમા બીજી વાર મત ગણતરી કરવાનુ દબાણ કરવા માટે તેમણે ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જો કે પ્રાંતિય ચુંટણી અધિકારીઓનુ કહેવુ છે કે, ચુંટણીમા કોઇ પણ પ્રકારની ગેરરીતિ થઇ નથી. હજુ સુધી ટ્રમ્પ કેમ્પેઇનએ ગેરરીતિને લઇને કોઇ પણ પુરાવા રજુ કર્યા નથી.