એક વાર ફરી સાબિત થયું, મોદી હૈ તો મુમકિન હૈ: યોગી
લખનઉઃ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં લીડથી ઉત્સાહિત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એકવાર ફરી રિપીટ કર્હુય કે, ‘મોદી હૈ તો મુમકિન હૈ.’ તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વના માર્ગદર્શનમાં આ જીત મળી છે. બિહાર વિધાનસભા ચૂંટણીની આશંકાને પણ આ પરિણામે દૂર કરી છે.
સીએમે કહ્યુ કે, મોદી હૈ તો મુમકિન હૈને જનતાએ એકવાર ફરીથી ચરિતાર્થ કરી દીધું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે, તે માટે તેમને અભિનંદન આપુ છું. મીડિયા સાથે વાત કરતા લખનઉમાં યોગીએ કહ્યુ, ભાજપે આજે પીએમ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી અને જેપી નડ્ડાના નેતૃત્વમાં દેશની અંદર જે પ્રદર્શન કર્યુ છે, હું તે માટે પીએમ મોદીને ધન્યવાદ આપુ છું. જેપી નડ્ડા અને પૂરી ટીમને અભિનંદન આપુ છું.
તેમણે આગળ કહ્યુ કે, બિહારની અંદર તમામ આશંકાઓને દૂર કરતા આજના પરિણામે એકવાર ફરી સાબિત કરી દીધું કે મોદી હૈ તો મુમકિન હૈ. આ કહેવતને જનતા-જનાર્દને એકવાર ફરીથી ચરિતાર્થ કરી છે. તો ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પરિણામના બહાને અખિલેશ યાદવ પર પ્રહાર કર્યા છે.