કોરોના મેનેજમેન્ટ અને લોકડાઉન બાદ પહેલીવાર જનતાની અદાલતમાં નરેન્દ્ર મોદી પાસ થયા
નવીદિલ્હી, બિહારમાં ભાજપ અને જદયુના નેતૃત્વમાં એનડીએની સત્તામાં વાપસી લગભગ નક્કી છે. બિહાર વિધાનસભા ચુંટણી કોવિડ ૧૯ મહામારી આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની પહેલી પરીક્ષા તરીકે જાેવામાં આવી રહી હતી કોરોના વાયરસના પ્રકોપ ઓછો કરવા માટે લોકડાઉન લગાવવું પડયું તેની સીધી અસર ઇકોનોમી અને રોજગારની તકો પર પડી આવામાં જાે બિહારની જનતાએ ફરી એનડીએને સાથે આપ્યો તે તેનો એક અર્થ એ પણ નિકળે છે કે મોદીના કોવિડ મેનેજમેેંટથી બિહાર અને બિહારી ખુશ છે.
બિહાર દેશના સૌથી ગરીબ રાજયોમાં સામેલ છે અને વિકાસના મોટાપાયા પર પાછળ છે પરંતુ રાજયની મોટી વસ્તી રાજનીતિક રીતે સૌથી જાગૃત છે ૫૪૫ બેઠકો વાળી વિધાનસભામાં બિહારના ૪૦ સાંસદો પોતાના ખાતાથી મોકલે છે.
રાજદના નેતા તેજસ્વી યાદવે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજદની સરકાર બનવા પર પહેલી કેબિનેટ બેઠકમાં ૧૦ લાખ નોકરીઓ નિકાળવાનું વચન આપ્યુ ંહતું.
પરંતુ મોદીની સામે આ મુદ્દો પણ ફિક્કો પડી ગયો. બિહારમાં ૨,૨૨,૯૧૭ કોરોના કેસ આવી ચુકયા છે અને બિહાર દેશષના સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજયોની યાદીમાં ૧૧માં નંબરે આવે છે અહીં હોસ્પિટલોની સ્થિતિ સંતોષજનક નથી પરંતુ રાજયની જનતાએ ભાજપને સાથ આપી એ સ્પષ્ટ કર્યું કે તે મોદીના ચહેરા પર હજુ પણ વિશ્વાસ કરી રહ્યાં છે.એ યાદ રહે કે ભાજપે દરેક બિહારવાસીઓને મફત કોરોના સરસી આપવાની વાત પણ કહી ચુકી છે.HS