કેન્દ્ર સરકારે ૨૯ પ્રોજેકટને મંજુરી આપી,૧૫ હજારને નોકરી મળશે
નવીદિલ્હી, દિવાળી પહેલા કેન્દ્ર સરકારે દેશના યુવાનો અને ખેડૂતો માટે મોટી ખુશખબર આપી છે ખેડૂતોની આવક વધારવા અને રોજગાર ઉત્પન્ન કરવા માટે કોલ્ડ ચેઇન યોજના અને બેકવર્ડ તેમજ ફોરવર્ડ લિકેજ યોજનાને મંજુરી આપી દેવામાં આવી છે તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે આ સાથે જ ૧૫ હજાર લોકોને રોજગારી પણ મળશે આ યોજનાઓ પાછળ ૪૪૩ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન છે.
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ માહિતી આપવામાં આવી છે.તેમણે કહ્યું કે કોલ્ડ ચેઇન યોજના હેઠળ ૨૧ પ્રોજેકટ્સ ૪૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ અને ૧૮૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળી યોજનાઓને મંજુરી આપી દેવામાં આવી છે.આંધ્ર,ગુજરાત હિમાચલ જમ્મુ અને કાશ્મીર કેરળ નાગાલેન્ડ પંજાબ તેલંગણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ જેવા રાજયોના ખેડૂતો ઉપભોકતાઓ અને યુવાઓ માટે યોજના ખુબ જ ફાયદાકારક છેં. આ યોજનાનો હેતુ ખેતરથી લઇ ઉપભોકતા સુધી વગર કોઇ અડચણે ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઇન અને પ્રિઝર્વેશનની સુવિધા અપાવાનો છે.HS