ચીને બ્રિડેનને જીતના અભિનંદન પાઠવવાની ઘસીને ના પાડી દીધી
બીજીંગ, ચીને અમેરિકન રાષ્ટ્રપતિ ચુંટણીના વિજેતા ડેમોક્રેટિક પાર્ટીના બ્રિડેનને અભિનંદન આપવાનો ઇન્કાર કરી દીધો છે. ચીને કહ્યું કે અમેરિકન ચુંટણીના પરિણામો નિર્ધારિત થવાના હજુ પણ બાકી છે ટ્રંપે અત્યાર સુધી પોતાની હાર સ્વીકારી નથી અને તેમણે ચુંટણી પરિણામોને કોર્ટમાં પડકારવાની પણ વાત કરી છે જાેકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના અનેક નેતાઓએ બ્રિડેનને જીતના અભિનંદન પાઠવી ચુકયા છે.
રશિયા અને મેકિસકો ઉપરાંત ચીન એવો દેશ છે જેણે બ્રિડેનને અભિનંદન પાઠવ્યા નથી ચીને કહ્યું કે તેણે એ વાતની જાણકારી લીધી છે કે બ્રિડેનને ચુંટણીના વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે ટ્રંપના ૪ વર્ષના કાર્યકાળ્માં ચીન અને અમેરિકા વચ્ચે વેપારને લઇને જંગ છેડાયેલો રહ્યો તો જે કસર બાકી હતી એ કોરોના વાયરસ મહામારી આવ્યા બાદ પૂર્ણ થઇ ગઇ.
અમેરિકામાં કોરોના વાયરસના કારણે ભયંકર તબાહી થઇ અને ટ્રપે વાયરસની તબાહી માટે ચીનને જવાબદાર ગણાવ્યું
અમેરિકા અને ચીનની વચ્ચે શિનજિયાંગ અને હોંગકોંગમાં માનવઅધિકારોના ઉલ્લેધનને લઇને પણ વિવાદ થયો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને નિયમિત પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમારી સમજ છે કે અમેરિકાના કાયદા અને પ્રક્રિયા પ્રમાણે ચુંટણીના પરિણામ નક્કી કરવામાં આવશે પત્રકારોના વારંવાર પ્રશ્ન પુછવા છતાં વાંગે બ્રિડેનની જીતને માનવામા ઇન્કાર કરી દીધો તેમણે કહ્યું કે અમને આશા છે કે અમેરિકાની નવી સરકાર ચીનને લઇને વચ્ચેનો રસ્તો નીકળી લશે.
એ યાદ રહે કે ટ્રંપે રવિવારના એક ટ્વીટમાંહાર સ્વીકારવાથી ઇન્કાર કરી દીધો હતો ટ્રંપે ટ્વીટ કર્યું હતું કે કયારથી મીડિયા નક્કી કરવા લાગ્યું કે રાષ્ટ્રપતિ કોણ હશે. ટ્રંપની માફક મેકિસકોના રાષ્ટ્રપતિ પણ તેમની હાર સ્વીકારવા માટે તૈયાર નથી રાષ્ટ્રપતિ મૈન્યુએલ લોપેઝ ઓબ્રેડરે ટ્રંપને સાથ આપતા કહ્યું કે જયાં સુધી કાયદાકીય લડાઇ થતમ નથી થઇ જતી ત્યાં સુધી તેઓ બ્રિડેનને જીતના અભિનંદન નહીં પાઠવે.HS