રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જેલ થઈ શકે
જો બિડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપર અપરાધિક કેસ ચલાવવામાં આવે એવી શક્યતાઓ છે
અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનાં પરિણામ લાંબા ઇન્તેઝાર બાદ જાહેર થઇ ગયા છે. આ વખતે જો બાઇડનને લોકોએ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ કડક સ્પર્ધા આપીને હાર્યા છે. રાજકીય જાણકારોનું માનીયે તો, ટ્રમ્પને આ પ્રમાણે હાર બાદ આગળ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે, રાષ્ટ્રપતિ પદથી હટતા જ તેમને જેલ પણ થઇ શકે છે. રાષ્ટ્રપતિ રહેતા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘણાં ઘોટાળાનો આરોપ છે. પણ રાષ્ટ્રપતિ હોવાને કારણે આરોપો માત્ર આરોપો જ રહ્યાં હતાં. કારણ કે રાષ્ટ્રપતિ હોવાને કારણે તેમનાં પર કોઇ કેસ ચલાવી શકાય નહીં. પણ હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કહેવાય છે કે રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ આપરાધિક કાર્યવાહી ઉપરાંત તેમનાં નાણાકીય મામલાની પણ તપાસ થઇ શકે છે.
પેસ યૂનિવર્સિટીનાં પ્રોફેસર બેનેટ ગર્શમેને જણાવ્યું કે, જો બાઇડેનનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ આ સંભવ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર આપરાધિક કેસ ચલાવવામાં આવે. ટ્રમ્પ પર બેંક ટેક્સ, મની લોન્ડ્રિંગ, ચૂંટણીમાં છેતરપીંડી કરવા જેવાં કેસનાં આરોપો છે. કેટલાંક મામલા તો મીડિયાની સામે પણ આવેલાં છે. પણ તેની હજુ સુધી કોઇ તપાસ થઇ ન હતી. ટ્રમ્પ પર ૩૦ કરોડ ડોલરથી વધુનું દેવું છે જે તેમને આવનારા ચાર વર્ષમાં ચુકવવાનું છે. કોરોનાને કારણે તેમનાં અંગત રોકાણોની સ્થિતિ સારી નથી. આ કારણે ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ ન રહેવા પર લેણદારો લેણું લેવાં કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત તેનાં ભાષણોમાં કહે છે કે, તેમનાં આલોચકો તેમનાં વિરુદ્ધ કાવતરાં કરે છે, રાષ્ટ્રાધ્યક્ષ બનતા પહેલાં અને બાદમાં તેમનાં પર ઘણાં ખોટા આરોપો લાગ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટરૂપે તેમનાં વિરુદ્ધ લાગેલાં આરોપોથી ઘણી વખત ઇન્કાર કરી દીધો છે. પણ તેમનાં આલોચકોનું કહેવું છે કે, ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ પદ તેમની કાયદાકીય અને નાણાકીય સમસ્યાનું કવચ છે. જે હવે તુટી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પર આ વર્ષે ઘફલા અને ઘોટાળાનાં પણ આરોપો છે. જેને કારણે મહાભિયોગ પણ ચલાવવામાં આવ્યો હતો. પણ તેઓ સફળતાપૂર્વક તેમાંથી મુક્ત થઇ ગયા હતાં. તેમનાં આલોચકોનું કહેવું છે કે, મહાભિયોગનાં સમયે કરવામાં આવેલી તપાસ અને પ્રક્રિયા રાષ્ટ્રપતિનાં અભિયોગથી મળેલી સુરક્ષા દરમિયાન થઇ હતી. જેને કારણે ન્યાય વ્યવસ્થામાં ટ્રમ્પની દખલ અંદાજી પણ થઇ હતી.
જાણકારોનું કહેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીમાં આ પ્રકારની દખલઅંદાજીને પણ આધાર બનાવવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર આર્થિક છેતરપીંડી ઉપરાંત ચૂંટણીમાં પણ ગડબડ ગોટાળા કરવાનો આરોપ છે. જાણકારોનું માનીયે તો, મેનહટન માટે અમેરિકન એટોર્નીએ ટ્રમ્પનાં માઇકલ કોહેનની સાથે ષડયંત્રમાં શામેલ હોવાની વાત કરી હતી. જે બાદ વર્ષ ૨૦૧૮માં માઇકલ કોહેને ચૂંટણીમાં ગોટાળા માટે દોષીત છે. પણ ટ્રમ્પ પર કોઇ આંચ નહોતી આવી. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેર હોવાનો દાવો કરનારી પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મા ડેનિયલ્સને વર્ષ ૨૦૧૬માં ચૂંટણીમાં પૈસા આપવાનો પણ આરોપ છે.SSS