Western Times News

Gujarati News

આર્મીનિયામાં મિસાઈલ સાથે ટકરાતાં રશિયાનું વિમાન ક્રેશ

યેરેવાન, આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધમાં એન્ટ્રી લીધા પછી રશિયાના એક હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના થઈ છે. સોમવારે આર્મીનિયાના યરસ્ખ ગામના વિસ્તારમાં એક રશિયન વિમાન એમઆઈ-૨૪ને અજ્ઞાત સુરક્ષાદળોએ જમીન પર તોડી પાડ્યું હતું. આ હુમલામાં હેલિકોપ્ટરના ક્રૂના બે સભ્યોના મોત થઈ ગયા હતાં તો અન્ય એક ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે વિમાન એક મિસાઈલ ટકરાવવાના કારણે નિયંત્રણ ગુમાવી બેઠું હતું. જે સમયે હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો, તે સમયે એ આર્મીનિયાના ક્ષેત્રમાં સ્થિત રશિયાના ૧૦૨ની મિલિટરી બેઝની સુરક્ષામાં લાગ્યું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે હેલિકોપ્ટરના બે ક્રૂ મેમ્બર્સનું આ હુમલામાં મોત થયું હતું. તો વળી અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

મંત્રાલયે જણાવ્યું કે રશિયન હેલિકોપ્ટર પર હુમલો કરનારની ખબર પડી નથી. ૧૦૨ની સૈન્ય કમાન્ડ તેની તપાસ કરી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે જગ્યા પર હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો નાગોર્નો-કારબાખમાં સક્રિય યુદ્ધક્ષેત્ર અંતર્ગત નથી આવતું. નોંધનીય છે કે મહિનાથી પણ વધારે સમયથી જાહેર આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધમાં રશિયાએ પણ સીધી એન્ટ્રી લીધી છે.

તાજેતરના દિવસોમાં રશિયન વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતુંકે, અઝરબૈજાન સીધી રીતે આર્મીનિયાના વિસ્તારોમાં હુમલો કરે છે તો તે આર્મીનિયાને દરેક શક્ય મદદ કરશે. આ પહેલા આર્મીનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનિયને પણ રશિયાની તત્કાલ મદદની માગણી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.