Western Times News

Gujarati News

જવાનને સંતાન આપવા મુસ્લિમ મહિલા સરોગેટ મધર બની

રાજકોટ, રાજકોટમાં ૧૯ વર્ષીય પુત્રને ગુમાવનાર નિવૃત આર્મીમેનના પરિવારને સંતાન આપવા માટે એક મુસ્લિમ મહિલા સરોગેટ મધર બનીને હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, મહિલાએ હિન્દુ સંસ્કૃતિ પણ શીખી છે અને ગર્ભ ધારણ કર્યા બાદ મુસ્લિમ મહિલાએ માંસાહાર ત્યજી દીધું હતું અને સંપૂર્ણ શાકાહારી બની ગયા હતા.
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે આઈવીએફ સેન્ટર ધરાવતા ડો. ભાવેશ વિઠ્ઠલાણીના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતા અને તાજેતરમાં જ ઈન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયેલા ગજેન્દ્રસિંહ (નામ બદલ્યું)ને ત્યાં આઈવીએફ પદ્ધતિથી આધેડ વયે સંતાન પ્રાપ્તિ થતા સૈનિક પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમના ૧૯ વર્ષના યુવાન પુત્રનું કેન્સરને કારણે નિધન થયું હતું. આધેડ ઉંમરમાં સંતાન પ્રાપ્તિ શક્ય ન બનતા એક મુસ્લિમ મહિલાનો સંપર્ક કર્યો હતો.

મુસ્લિમ મહિલાને દેશ પ્રત્યે લાગણી અને આર્મીમેન અને તેમની પત્નીને આધેડ ઉમરમાં ફરીથી સંતાન પ્રાપ્તિ શક્ય ન હોવાથી તે સરોગેટ મધર બનવા તૈયાર હતા. બાદમાં આઈવીએફ પદ્ધતિથી ગર્ભાધાન થયા બાદ મુસ્લિમ મહિલાએ પરિવાર સાથે જ રહેવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. ડો. ભાવેશ વિઠ્ઠલાણીના જણાવ્યા મુજબ મહિલાએ બાળકના જન્મ સુધી સાત્વિક ખોરાક જ લીધો હતો.

નિવૃત આર્મીમેનના ઘરે બાળકનો જન્મ થતાં હવે તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગજેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર સરોગેટ મધરને કારણે તેમના જીવનામાં ફરીથી ખુશીઓ આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ડૉ. ભાવેશ વિઠ્ઠલાણીને દેશ અને સૈનિકો પ્રત્યે ખૂબ આદર-સન્માન છે અને તેમણે અંગત રસ લઈને અમારી મદદ કરી હતી.

આર્મીમેનને સંતાન આપવા લમ મહિલાના જણાવ્યા અનુસાર તે પ્રોફેશનલ સરોગેટ મધર નથી. સૈનિકો દેશની રક્ષા કરે છે અને ઘણું બલિદાન પણ આપે છે. સૈનિક પરિવાર દુઃખમાંથી બહાર આપવા માટે સરોગેટ મધર બનવાનો ર્નિણય કર્યો. આ સમય દરમિયાન સાત્વિક ખોરાક લીધો અને હિન્દુ સંસ્કૃતિ શીખી અને ગર્ભ સંસ્કારનું જ્ઞાન પણ લીધું હતું. એટલું જ નહીં, સરોગેટ મધર બનેલી મુસ્લિમ મહિલાએ સ્વસ્થ બાળક માટે પરિવારની સાથે ઘણી પ્રાર્થનાઓ, માનતાઓ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.