રાષ્ટ્રપતિ ૨૫ અને ૨૬ નવેમ્બરે ગુજરાતની મુલાકાત લઇ શકે છે
ગાંધીનગર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.તેઓ ૨૫ અને ૨૬ નવેમ્બરના ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજયમાં યોજાનાર અધ્યક્ષોની કોન્ફરન્સમાં હાજર રહી શકે છે. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષ હાજર રહેશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વચ્ર્યુઅલ સંબોધન કરી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે અધ્યક્ષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કોન્ફરન્સ લોકસભા અધ્યક્ષ સ્થાને યોજાઇ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે આ કોન્ફરન્સનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાષ્ટ્પતિ પણ ગુજરાતની મુલાકાતે આવશે ૨૫ નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે ત્યારબાદ ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળશે ગુજરાતમાંથી પણ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને રાજયપાલ હાજર રહેશે આ ગુજરાત માટે મહત્વની અધ્યક્ષ કોન્ફરન્સ ગણાશે.HS