સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી પર દુકર્મ આચર્યું
સુરત, રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મોના કેસ વધતા જાય છે, આરોપીઓને જાણે કાયદાનો ભય જ રહ્યો ન હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપતા જાય છે. ત્યારે સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ડ્રાઈવરે કિશોરીને પ્રેમજાળમાં મીઠી મીઠી વાતો કરીને તેની ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પુણા પોલીસે મહિલા અને વાનચાલકની ધરપકડ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી અભ્યાસ અર્થે સ્કૂલ વાનમાં જતી હતી. તે સમયગાળા દરમિયાન જગદીશ અગ્રવાલ નામના સ્કૂલ વેન ચાલાકે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરી, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતાં. જેમાં વાનના ચાલક અને અજાણી મહિલાનો પણ સમાવેશ થતો હોવાથી કિશોરીની બહેને ત્રણેય વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિશોરીની બહેને નોંધાવેલી ફરિયાદ અનુસાર, વાન ચાલક જગદીશ જગદીશ અગ્રવાલ રહે. ભૈયાનગર પુણા ગામ વર્ષ ૨૦૧૮થી ૧૦-૧૧-૨૦૨૦ સુધીમાં કિશોરીને સ્કૂલમાં વાનમાં લેવા મુકવા જતો હતો.
ત્યારબાદ તે કિશોરી પર મોહિત થઈ ગયો હતો, તેણે પ્રેમભરી વાતો કરીને પોતે પરણિત હોવા છતાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પોલીસ ફરિયાદ થતાં ગત રોજ નરાધમે બાળકીના ઘરે જઈ તેનું અપહરણ પણ કર્યું હતું. જગદીશ અગ્રવાલ, તેની પત્ની રવિના અને અજાણી મહિલા સાથે કિશોરીના એપાર્ટમેન્ટના નીચે પહોંચીને કિશોરીની બહેનને નીચે બોલાવી તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરી કિશોરીને ઢીક્કા મુક્કીનો માર મારી તેને લઈ જઈ ચાલુ ગાડીમાં પણ માર માર્યો હતો. પુણા પોલીસે હાલ પોક્સો સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.SSS