Western Times News

Gujarati News

બાલિકા વધૂ ફેમ અવિકા ગોરને સપનાનો રાજકુમાર મળ્યો

મુંબઈ: બાલિકા વધૂ’ની એક્ટ્રેસ અવિકા ગોર પ્રેમમાં પડી છે અને તેણે સોશિયલ મીડિયા પર આ અંગે જણાવ્યું છે. અવિકા રોડિઝના કન્ટેસ્ટન્ટ મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. એક્ટ્રેસે પોતાના મનના માણીગર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં લાંબી નોટ શેર કરી છે. અવિકાએ મિલિંદ સાથેની કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે કે, ‘મારી પ્રાર્થનાઓ સફળ થઈ. મને મારા જીવનનો પ્રેમ મળી ગયો (શિરૂ સિવાય). આ વ્યક્તિ મારો છે અને હું તેની છું સદાય માટે આપણે બધા એવા પાર્ટનરના હકદાર છીએ,

જે આપણને સમજે, આપણને પ્રેરિત કરે, વિકસિત થવામાં મદદ કરે અને ખરેખર આપણી સંભાળ રાખે. મોટાભાગના લોકોને લાગે છે કે આવો પાર્ટનર મળવો અશક્ય છે. તેથી આ સપના જેવું લાગે છે પરંતુ આ હકીકત છે. ખૂબ ખૂબ ખૂબ જ રિયલ. આજે હું જે અનુભવી રહી છું તે તમને પણ અનુભવવા મળે તેવી હું તમામ માટે પ્રાર્થના કરીશ. એક્ટ્રેસે વધુમાં લખ્યું છે કે,

‘ખૂબ જ આનંદ ખૂબ જ પ્રેમ. મારુ હૈયુ આજે ભરાઈ ગયું છે અને આ લાગણી કિંમતી છે. આ અનુભવ કરાવવા માટે હું ભગવાનનો આભાર માનુ છું, જે મારા જીવનનું સૌથી અગત્યનું ચેપ્ટર છે. હાહાહા ના ના હું લગ્ન કરવા નથી જઈ રહી અથવા નજીકના સમયમાં એવું કંઈ થવાનું પણ નથી.

પરંતુ લોકો શું કહેશે તે વિચારો હવે જતા રહ્યા છે. તેથી પ્રેમ વિશે જાહેરમાં કંઈક કહેવા માગુ છું. કોઈ એવી વ્યક્તિ મારા જીવનમાં આવી છે જેનો ઉદ્દેશ માત્ર મને હસાવવાનો છે, આ વાતથી મને આશીર્વાદ મળ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે હું ગર્વથી કહી શકું છું કે આ ઈડિયટના કારણે હું ખુલ્લેઆમ હસી શકું છું. અરે ચલો આટલા પૈસામાં આટલું જ મળે.

આનાથી વધારે વખાણ કરીશ તો મિસ્ટર ચંદવાની ચંદ્ર સુધી ઉડશે. મને ખબર છે કે આ સૌથી ગંદી મજાક હતી. પરંતુ બધી ક્રેડિટ તેના સેન્સ ઓફ હ્યુમરને જાય છે. લોકો કહે છે ને કે ‘જેવો સંગ તેવો રંગ’. ચલો જાઓ હવે બધા ખુશ રહો. હું ખરા હૃદયથી તને ચાહુ છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.