અમદાવાદમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી હવે દુકાનો ખુલ્લી રહેશે
અમદાવાદ: આગામી દિવસોમાં ધનતેરસ અને દિવાળી આવી રહી છે. જેના પગલે કોરોનાના ભય વચ્ચે લોકો ખરીદી કરવા માટે બહાર નીકળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દિવાળીના તહેવાર નિમિતે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. શહેરના કોવિડ – ૧૯ પગલે શહેરના ૨૭ રોડ રાત્રે ૧૦થી સવારે ૬ માટે બંધ રાખવાનો ર્નિણય કરાયો હતો. જેમા એએમસી દ્વારા છૂટછાટ આપતા હવે રાત્રે ૧૨ વાગ્ય સુધી ૨૭ રસ્તાઓ પર આવેલ દુકાનો, બજાર ખુલી રાખવાનો ર્નિણય કરાયો છે.
શહેરના કોવિડ -૧૯ કેસ વધતા એએમસી દ્વારા ખાણી પીણી બજાર , દુકાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલા રાખવાનો ર્નિણય કરાયો હતો. જેમા એએમસી છુટછાટ આપી છે . જાણી લેજો ક્યા વિસ્તાર હવે રાત્રે ૧૨ વાગ્ય સુધી ખુલા રહેશે. શહેરમાં કોરોના કેસ વધતા એએમસી દ્વારા તબક્કા વાર અનેક પગલા લેવામા આવી રહ્યા છે . શહેરના દુકાનો/મોલ અને સિનેમા ઘરો તેમજ ફેરિયાઓ માટે પણ એસ ઓ પી જાહેર કરવામાં આવી છે. જો અંતર્ગત જ દુકાનો અને મોલ ખુલી શકશે.
શહેરમાં માણેક ચોક પણ કોવિડના પગલે રાત્રી દરમિયાન બંધ રાખવાની ફરજ તંત્રને પડી હતી. ત્યારે શહેરમાં ૨૭ જાહેર રસ્તાઓ પર આવેલી દુકાનો અને ખાણી પીણી બજાર હવે રાત્રી ૧૨ વાગ્ય સુધી પણ ખુલા રહેશે. દિવાળી તહેવાર નિમિત્તે તંત્ર દ્વારા આ ર્નિણય કરાયો છે.
વેપારી તરફથી રજૂઆત કરાઇ હતી કે તહેવાર સિઝન ચાલી રહી છે. તેથી લોકોની ખરીદી માટે ઘસારો વધી રહ્યો છે . આમ તંત્ર સમયમાં છુટછાટ આપવી જોઇએ. જેના અનુસંધાને એએમસીએ રાત્રી ૧૨ વાગ્યે સુધી દુકાનો મોલ ખુલા રાખવા ર્નિણય લીધો છે.