Western Times News

Gujarati News

કાશ્મીરમાં તમામ-શાળા-કોલેજાે બંધ

 

૧૪૪નીકલમ લાગુઃ ઈન્ટરનેટ-મોબાઈલ સેવા બંધ કરી દેવાઈ 

સમગ્ર કાશ્મીર લશ્કરના જવાનોના હવાલે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જમ્મુ-કાશ્મીર રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જા જેમાં ખાસ કરીને ૩૭૦મી કલમ અને ૩પ એ કલમ દુર કરવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલી હિલચાલના પગલે સમગ્ર કાશ્મીરમાં અજપાભરી સ્થિતિ નિર્માણ થયુ છે. અને ગઈકાલે સાંજથી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર કાશ્મીરના રસ્તાઓ, લશ્કરના જવાનો પાસે હોય એવી સ્થિતિ જાવા મળી રહી છે. સમગ્ર કાશ્મીરમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવાતા તેનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. અને કાશ્મીરની તમામ શાળા-કોલેજા બંધ રાખી તમામ પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી છે.

આ ઉપરાંત મોડી રાત્રે કાશ્મીરના અગ્રણીઓ ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફતી અને સઝાદ શેખને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.


જમ્મુ-કાશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકારમાં ચાલી રહેલી ગતિવિધિના પગલે સમગ્ર કાશ્મીરમાં ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે આજ સવાથરી જ શ્રીનગર સહિતના શહેરોમાં લશ્કરના જવાનો પોઝીશનમાં આવી ગયા છે. ગઈરાતથી જ કાશ્મીરના અગ્રણી રાજનેતાઓને નજરકેદ કરી લીધા બાદ ઈન્ટરનેટ, અને મોબાઈલ ફોન લેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીર મીશન શરૂ થતાં તનાવપૂર્ણ સ્થિતિ જાવા મળી રહી છે. મુખ્ય શહેરોમાં મોટાભાગના બજારો પણ બંધ રહ્યા છે ત્યારે કાશ્મીરની તમામ શાળા-કોલેજા પણ બંધ રાખવામાં આવી છે. અને આજથી તા.૧૦મી ઓગષ્ટ સુધીની તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.

સમગ્ર કાશ્મીરમાં ૧૪૪ની કલમ લાગુ કરી દઈ લશ્કર દ્વારા પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કાશ્મીર ખીણમાં લશ્કરના જવાનોને ખડકી દઈ ધોરી માર્ગો પર સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આમ, આ તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે સમગ્ર કાશ્મીર રાજ્યના એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેન્ડો પણ સુનકાર ભાસી રહ્યા છે. આમ, અજંપાભરી પરીસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર હવે શું પગલાં લે છે એની રાહ જાવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.